• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News 16 crores savings from 14th finance commission grants in kutch 061010

કચ્છમાં 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી 16 કરોડની બચત

Bhuj News - 16 crores savings from 14th finance commission grants in kutch 061010

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST

સરકારી કચેરીઅોમાં અનેક વખત બાબુઅોની બેદરકારીના કારણે અાવેલી ગ્રાન્ટ લેપ્સ થતી હોય છે. તો વિવિધ ગ્રાન્ટની બચતમાં પણ કેટલાક કામો કરાવી શકાય છે. તેવામાં કચ્છમાં પણ 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અધધ 16 કરોડની બચત થઇ છે ! તેવામાં અા બચેલી રકમ વાપરવાની તૈયારીઅો શરૂ કરાઇ છે.

અા અંગે મળતી વિગતો મુજબ જિલ્લા કક્ષાઅે 14માં નાણાંચનુ અા અાખરી વર્ષ છે. કચ્છમાં 16 કરોડની બચત રહી છે. જેના માટે વિવિધ વિકાસ કામો તારવવામાં અાવી રહ્યા છે. સ્થાનિક જરૂરીયાત અનુસાર અાયોજન કરી અાંગણવાડીઅોમાં રીપેરીંગ, કલરકામ તથા પાયાની સુવિધા વિકસાવવા સુચના અાપવામાં અાવી છે. અાવા કામો ઝડપથી શરૂ કરવાની પણ તૈયારીઅો છે.

X
Bhuj News - 16 crores savings from 14th finance commission grants in kutch 061010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી