તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News 153 Vvpats Are Badly Damaged In First Level Checking They Will Be Sent Back 021525

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફર્સ્ટ લેવલ ચેકીંગમાં 153 વીવીપેટ ખરાબ નિક્ળ્યા: પરત મોકલાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા મતક્ષેત્ર માટે મળેલા ઇવીએમ અને વીવીપેટની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી આટોપી લેવાઇ છે. 162 જેટલા ઇવીએમ ફોલ્ટી નિકળ્યા બાદ તાજેતરમાં જ સંપન્ન થયેલી વીવીપેટની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરીમાં 153 જેટલા વીવીપેટ ખરાબ નિકળ્યા હોવાનું નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિએ માહિતી આપતાં જણાવ્યું હતું.

ગયા મંગળવારથી કલેકટર કચેરીના બેઇઝમેન્ટમા઼ શરૂ થયેલી વીવીપેટની ચકાસણીનું કાર્ય 6 દિવસ સુધી ચાલ્યું હતું. બેલ કંપનીના તજજ્ઞોએ રાજકિય પક્ષના પ્રતિનિધીઓની ઉપસ્થિતીમાં કરાયેલી ફર્સ્ટ લેવલ ચેકીંગમાં કચ્છને ફાળવાયેલ 2400 પૈકી 2247 વીવીપેટ પરીક્ષણમાં ઓકે સાબીત થયા હતા. ચેકીંગ સમયે જે વીવીપેટ ફોલ્ટી નિકળ્યા તેને કંપનીમાં પરત મોકલી આપવામાં આવશે. ત્યાર બાદ જિલ્લાને ખરાબ નીકળેલા વીવીપેટના સ્થાને નવા વીવીપેટ ફાળવી દેવાશે.

કાયમી નિદર્શન કેન્દ્ર કાર્યરત કરાશે
વીવીપેટ અને ઇવીએમના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી ચૂંટણીપંચના આદેશ અંતર્ગત ભુજના જનસેવા કેન્દ્ર ખાતે કાયમી નિદર્શન કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. જયાં જઇ મતદારો ઇવીઅેમ-વીવીપેટનું જાત પરિક્ષણ કરી શકસે. આ ઉપરાંત તમામ એઆરઓને ઇવીઅેમ વીવીપેટ ફાળવી દેવાયા છે. જિલ્લાના તમામ ગામડાને આવરી લે તે રીતે રાપરમાં 30 જયારે અન્ય 5 મતક્ષેત્ર માટે 20-20 ઇવીઅેમ અને વીવીપેટના સેટ નિદર્નશ માટે રાખવાની સુચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો