કચ્છથી ઘાટકોપર લગ્નમાં ગયેલા 15 લોકો અટવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈના ઘાટકોપરમાં ગુજરાતના કચ્છથી દીકરાનાં લગ્ન કરવા આવેલાં ભાઈ-બહેનો અને એક બાળકી સહિતના 15 પરિવારજનો કોરોના મહામારીને કારણે ટ્રેન અને વાહનવ્યવહાર બંધ થઈ જતાં અટવાઈ પડ્યાં છે.

ઘાટકોપરના એક ગેસ્ટ હાઉસમાં ત્રણ રૂમમાં નવદંપતી અને તેમની સાથેના પરિવારજનોએ છેલ્લા છ દિવસથી ફરજિયાત રોકાઈ જવું પડ્યું છે. તેમની પાસે હવે ગેસ્ટ હાઉસનું ભાડું અને જમવા માટેના રૂપિયા ખૂટી પડ્યા છે. કચ્છના આદિપુરના રહેવાસી સોલંકી પરિવારના યુવકનાં લગ્ન મુંબઈની એક મરાઠી યુવતી સાથે થયાં છે. તેમણે વહેલી તકે તેમના વતન કચ્છમાં જવા માટે ખાનગી વાહન દ્વારા લઇ જવા માટે ગુજરાત સરકારને વિનંતી કરી છે. ઘાટકોપર- વેસ્ટમાં રહેતા અને ટિફિન વ્યવસાય સાથે સંકળાયેલા સુનિલ સોનીએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, મને મારા એક મિત્ર શશીકાંતભાઈનો મેસેજ આવ્યો હતો કે ઘાટકોપર- વેસ્ટમાં રેલવે સ્ટેશનની સામે એક ગેસ્ટ હાઉસમાં સાત પુરુષો, સાત મહિલા અને એક બાળકી સહિત પંદર જણ કચ્છ જવા માટે તેમની ટ્રેન કેન્સલ થતાં રેલવે ટિકિટ હોવા છતાં અટવાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...