તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bhuj News 123 Year Old Baba At Gahankar Village In Alwar District Of Rajasthan 061053

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનના અલવર જિલ્લાના ગહનકર ગામ ખાતે 123 વર્ષીય બાબા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના અલવર જિલ્લાના ગહનકર ગામ ખાતે 123 વર્ષીય બાબા કમલનાથ બ્રહ્મલીન થયા હતા. તેઅો કેન્સરના અાયુર્વેદિક ઇલાજ માટે દેશ-વિદેશમાં જાણીતા હતાં. નોંધપાત્ર વાત અે છે કે તેઅો મુળ કચ્છ-અંજારના હતાં. રવિવારે તેઅોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં અનુયાગીઅો જોડાયા હતાં.

શનિવારે વયોવૃધ્ધ સંતના ગહનકર ખાતેના આશ્રમમાં બ્રહ્મલીન થયાં હતાં. આશ્રમ સેવકોના જણાવ્યા મુજબ શનિવારે બપોરે તેઅોઅે શરીર છોડી દીધું હતું. વૃદ્ધાવસ્થામાં પણ કેન્સરના દર્દીઓને જોઈને બાબા દવાઓના વિતરણ માટે કામ કરતા હતા. બાબાના અવસાનની સૂચનાથી આશ્રમમાં ભક્તોનો ધસારો શરૂ થયો હતો. નોંધનીય છે કે બાબાનો જન્મ 1897 માં બિહારના ગોવિંદપુરમ નામના સ્થળે થયો હતો. તેમનું મૂળ નિવાસસ્થાન અંજાર કચ્છ છે. બાબાના પિતાનું નામ વેલજીભાઈ અને માતાનું નામ સાકરબેન હતું. બાબાને દેવીરામ નામનો એક ભાઈ અને બે બહેનો કાશીબાઈ અને અંબિકાબાઇ હતી. પિતા ઠેકેદાર હતાં. જે તે સમયે બિહાર રાજ્યમાં રેલ્વે લાઇનનું કામ કરતાં હતાં. બાબાનું બાળપણ બિહારમાં વીત્યું હતું અને તેનું નામ કમલ વેલજીભાઇ હતું. પછી પાછા તેના મૂળ નિવાસ અંજાર (કચ્છ) પરત અાવ્યા હતાં. અહીં તેમનું પ્રારંભિક શિક્ષણ પૂરું થયું હતું અને 1915 માં અંજાર ખાતે હાઇ સ્કૂલ પરીક્ષા અાપી હતી. ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગર યુનિવર્સિટીમાં જોડાયા હતા.

23 વર્ષની ઉંમરે તેમના લગ્ન 1920માં નાગલપુર (કચ્છ) માં રહેતા જેઠાભાઇની પુત્રી કુંવરબાઈ (19 વર્ષ) સાથે થયા. પત્નીએ એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. પારિવારિક જીવન ખૂબ સમૃદ્ધ હતું. એક દિવસ બાબા સવારે ઘરેથી કામ પર ગયા અને આખો દિવસ કામ કરતા હતા ત્યારે સાંજ સુધીમાં મન બદલાઈ ગયું હતું અને સાંજના સમયે રાયપુરથી સીધા પ્રયાગ પહોંચી ગયાં હતાં. ત્યાં તેમણે કથા અને સત્સંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એક દિવસ, મણિકર્ણિકા ઘાટે કાશીમાં પવિત્ર ગંગા જળમાં બેસીને દીક્ષા લીધી. તેમણે ફિરોજપુર ઝીરકાના પેગોડા ખાતે લગભગ 15 વર્ષ સુધી તપસ્યા કરી હતી. ત્યાંથી 1967 માં તેણે તિજારા ક્ષેત્રના ગામ ગહનકર પાસેની ઝૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન બાબાનો આશ્રમ ધીરે ધીરે બન્યો. બાબાએ પૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખર અને પૂર્વ ઉપરાષ્ટ્રપતતિ ભૈરોનસિંહ શેખાવતને પણ કેન્સરની સારવાર આપી હતી.ગત વર્ષે જ સંઘના વડા મોહન ભાગવતે તેઅોની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો