માધાપરના નેત્ર-દંત નિદાન કેમ્પમાં 108 દર્દી ચકાસાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરના શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ ખાતે યોજાયેલા નેત્ર અને દંત નિદાન કેમ્પમાં 108 દર્દીને ચકાસી સારવાર અાપવામાં અાવી હતી.

માધાપર લોહાણા મહાજનના ઉપક્રમે રવાપરવાળા નવિન ચંદન પરિવાર તેમજ ગાયત્રી પરિવાર નલિયાના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 48 દર્દીને ફ્રી દવા અપાઇ, 32ના દુઃખાવા વગર જાલન્ધર બંધ યોગ પદ્ધતિથી રાજકોટના પ્રખ્યાત ડો. જયસુખ મકવાણાએ દાંત કાઢી આપેલા અને દાતા ચંદન પરિવારની મદદથી 3 વડિલોની બત્રીસી ફ્રી કરી અપાઈ. અન્ય 4 જેટલા દર્દીને રાહતદરે દવા અપાઈ. આંખના 60 દર્દીને તપાસી 12 જણાને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મુકામે રણછોડદાસ સેવા ટ્રસ્ટની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા જ્યાં તમનું મફતમાં ઓપરેશન કરાશે.

અન્ય સમાચારો પણ છે...