• Gujarati News
  • National
  • Bhuj News 100 Buses Of The Att Will Run From Saturday To Bhuj From Here To Hajipir Fair 061116

ભુજથી હાજીપીર મેળા માટે શનિવારથી અેસ.ટી.ની 100 બસો દોડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકામાં હિન્દુ મુસ્લિમોના અાસ્થાના સ્થળ હાજીપીરમાં શનિ અને રવિવારે 2 દિવસીય મેળો ભરાશે, જેમાં યાત્રાળુઅોના અાવાગમન માટે અેસ. ટી. ની 100 બસો 24 કલાક દોડશે.

કચ્છમાં ગાૈવંશની રક્ષા કાજે બલિદાન અાપનારા હાજીપીરની શહિદીની યાદમાં હિન્દુ મુસ્લિમો દ્વારા ચૈત્ર માસમાં મેળો ભરાય છે, જેમાં જિલ્લા બહારથી પણ યાત્રાળુઅો અાવતા હોય છે. જિલ્લા અેસ. ટી. વિભાગીય નિયામક ભૂપેન્દ્રસિંહ જાડેજાઅે વધુ માહિતી અાપતા જણાવ્યું હતું કે, મેળા માટે 100 વિશેષ બસો ફાળવી દેવાઈ છે. જે શુક્રવારથી ભુજથી હાજીપીર 24 કલાક દોડશે. જે તમામ કચ્છ જિલ્લા વિભાગની બસો છે. જોકે, જિલ્લા બહારથી 30 જેટલા ડ્રાઈવર કંડકટરને બોલાવી લેવાયા છે. ભુજ અેસ. ટી. ડેપો મેનેજર ઠક્કરે વિશેષ માહિતી અાપતા જણાવ્યું હતું કે, બુધવાર અને ગુરુવારે પણ ધસારો રહે તો બસો દોડાવવાની તૈયારી રાખી હતી. જોકે, શનિવાર, રવિવાર અને સોમવારના જ યાત્રાળુઅોનો ધસારો રહેતો હોય છે, જેથી ભુજ હંગામી સેન્ટ્રલ બસ સ્ટેશનેથી અે ત્રણ દિવસ દરમિયાન દિવસ રાત બસો દોડશે.

અન્ય સમાચારો પણ છે...