તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News 1 Per 12 Positive Patients In Gujarat Fatal And Fatty Foods Are At Risk 060705

ગુજરાતમાં પ્રતિ 12 પોઝિટિવ દર્દીએ 1નું મૃત્યુ, ચરબી અને ગળ્યો ખોરાક જોખમી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં મંગળવાર સુધીમાં કોરોના વાઇરસના ચેપ ધરાવતાં કુલ 71 પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે તો ભાવનગરમાં નોંધાયેલાં વધુ એક મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાનો ભોગ બનનારા લોકોની સંખ્યા 6 એ પહોંચી છે. આ જોતા હાલ ગુજરાતમાં કોરોના પોઝિટિવ નોંધાતા દર બાર દર્દીએ એક દર્દી મૃત્યુ પામે છે તેમ કહી શકાય. દેશના અન્ય રાજ્યોની સાપેક્ષે ગુજરાતમાં આ દર ખૂબ ઊંચો છે. વિશ્વના અન્ય દેશોમાં જ્યારે કોરોનાએ માથું ઊંચક્યું હતું ત્યારે ગુજરાતીઓ એક વિચારીને હળવાશથી લેતાં હતાં કે આપણે નોનવેજ નથી ખાતાં તેથી આપણને ડર નથી, પણ હવે આ કોરોના વાઇરસે 19 માર્ચે ગુજરાતમાં દેખા દીધાં પછી ગુજરાતીઓને જબરદસ્ત ડરાવી દીધાં છે. જેટલાં લોકો મૃત્યુ પામ્યાં છે તેમાંના મોટાભાગના

...અનુસંધાન પાના નં. 4

ક્યાં કેટલા લોકલ ચેપ

સ્રોત: ગુજરાત સરકારનું ડેશબોર્ડ, સાંજે 6 વાગ્યા સુધીનાં આંકડા

સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં (10), 6 મોત સાથે ગુજરાત બીજા નંબરે પણ ટકાવારીમાં ગુજરાત આગળ

ગુજરાતમાં કોરોના

ગુજરાતમાં 71 કેસમાં વિદેશના 32 કેસની સાથે લોકલ ટ્રાન્સમિશનના 33અને આંતરરાજ્યના 4 કેસ છે. 6 મોતમાં પણ 3લોકલ ટ્રાન્શમિશન અને 2 આંતર રાજ્યના કેસ છે.

શહેર કુલ કેસ લોકલ ચેપ

ગાંધીનગર 09 07

અમદાવાદ 23 08

રાજકોટ 10 06

સુરત 09 02

વડોદરા 09 03

ગીરસોમનાથ 02 01

પોરબંદર 01 01

ભાવનગર 06 05

જિલ્લો સેમ્પલ નવા પોઝિટિવ કુલ પોઝિટિવ મોત

અમદાવાદ 469 1 23 3

ગાંધીનગર 47 0 9 0

રાજકોટ 111 1 10 0

સુરત 144 1 9 1

વડોદરા 72 0 9 0

ભાવનગર 61 5 6 2

ગિરસોમનાથ 17 0 2 0

મહેસાણા 12 0 1 0

પોરબંદર 36 0 1 0

કચ્છ 20 0 1 0

કુલ 1321 8 71 6
અન્ય સમાચારો પણ છે...