આરોપ / ભુજના ડોક્ટર પર છેડતીનો આક્ષેપ, મહિલાએ ફડાકા ઝિંકી માફી મંગાવી

DivyaBhaskar.com | Updated - Jan 31, 2019, 08:06 PM
  X

  • 2 વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા
  • ભુજ ના જ  કોઈ ગામની મહિલા હોવાનું બહાર આવ્યું

  ભુજ: શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર પર મહિલાની છેડતીનો આક્ષેપ થયો છે.  2 વીડિયો વાઈરલ થયા છે. એક વીડિયોમાં મહિલા અને તેનો પરિવાર ક્લિનિકમાં હોબાળો કરે છે. ઉશ્કેરાયેલી મહિલા ડોક્ટરને ફરિયાદ કરવાની સાથે ફડાકો ઝિંકી દે છે. તેઓ આક્ષેપને નકારીને માફી પણ માંગતા નજરે ચઢે છે.

  મહિલા સારવારાર્થે ગઈ ત્યારે છેડતી થઈ હોવાની શક્યતા

  1.વીડિયો તાજેતરના છે અને ભુજના જ કોઈ ગામની મહિલા હોવાનું બહાર આવ્યું છે. વીડિયોમાં જોતાં એવી ફલિત થતું લાગે છે કે મહિલા સારવાર માટે આવી ત્યારે ડોક્ટરે તેની સાથે છેડતી કરી હશે. 
  પરિવારે ક્લિનિક આવીને ધોલાઈ કરી
  2.છેડતી બાદ મહિલાનો પરિવાર ક્લિનિક આવીને ડોક્ટરને માર મારીને માફી મંગાવે છે. આ મામલે મહિલાએ કોઈ ફરિયાદ કરી નથી પરંતુ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
  ડોક્ટરે ફરિયાદ કરવા મન બનાવ્યું
  3.ડોક્ટરએ વીડિયો વાઈરલ થતાં મહિલા સામે ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.  સાથે જ તેમના પર લાગેલા આરોપો નકારી દીધા હતા. 
   
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App