કચ્છ: લખપતના ઘડુલી પાસે ટ્રકની ટક્કરે એક્ટિવા આવતા બે પિતરાઈ ભાઈના મોત, દાદાને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દયાપર: શનિવારે સવારે લખપત હાઈવે પરના ઘડુલી પાસે ટ્રકે એક્ટિવાસવારને અડફેટે લીધા હતા. જેમાં બે પિતરાઈ બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક્ટિવા પર સવાર દાદાને  હાથ-પગ અને માથાનાં ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક્ટિવા ચલાવનારનો બચાવ થયો હતો.

 

કચ્છ નવ વર્ષે દર્શનાર્થે જતાં હતા


કચ્છી નવવર્ષ અષાઠી બીજની સવારે ઘડુલીથી સિયોત તરફના માર્ગ પર પરેશ કાંતિલાલ પટેલ પોતાના એક્ટિવા જીજે 12 સીકે 4219 પર પિતા કાંતિલાલ અને  2 નાના બાળકો તીર્થ પરેશ પટેલ (ઉ.વ.6) અને હેત જગદીશ પટેલ (ઉ.વ.9)ને લઈને ગામ પાસે આવેલા હરદાસબાપાના સ્થાનકે કચ્છી નવર્ષને લઈને દર્શન કરવા જતાં હતા. ત્યારે  જીજે12 એયુ9467 નંબરની ઈંટો ભરેલી ટ્રક ઘડુલીથી લખપત તરફ જતી હતી. ટ્રકે દર્શન કરવા જઈ રહેલા એક્ટિવાસવારને અડફેટે લીધા હતા. જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

 

આગળની સ્લાઈડ્સ પિતાનો ચમત્કારીક બચાવ