માંડવી પાલિકાના નગરસેવિકાના પતિનો પંખા પર લટકીને આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: માંડવી નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના પતિએ અગમ્ય કારણોસર મંગળવારે બપોરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે, બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ઘસી ગયો હતો, મૃતક લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે માંડવી શહેરના લીબુડા ફળિયા આઝાદ ચોકમાં રહેતા અને નગર પાલિકાના કાઉન્સિલર વિધાબેન ગોંસાઈના પતિ ભરતભાઈ શંભુગર ગોંસાઈ (ઉ.વ. 43)એ તેમના ઘર નજીક આઝાદ ચોકમાં આવેલા જ્ઞાનગીરીજીના મઢના ઉપરના માળે એક ઓરડામાં ખુરશીનો ઉપયોગ કરીને પંખાના હુંક પર દુપટ્ટો બાંધી  આપઘાત કરી લીધો હતો, જ્ઞાનગીરીજીના મઢમાં સામાન રાખવા આવેલા મજુરોને ઉપરના માળે રૂમનો દરવાજો ખુલેલો જણાતા મજુરોએ ઓરડામાં જોતાં ભરતભાઇએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળી હતી.

 

આ બાબતે તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી, માંડવી પોલીસ મથકના એએસઆઇ ભુરાભાઇ વી.વલવાઇનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે ભરતભાઇ બપોર ઘરે જમ્યા બાદ બહાર નિકળી ગયા હતા અને તેમનો ફોન સતત બંધ આવતો હતો દરમિયાન બપોર બાદ છ વાગ્યાના અરસામાં તેમના રહેઠાણ નજીક આઝાદ ચોકમાં આવેલાં જ્ઞાનગિરિજીના મઠમાં એક ઓરડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા, ભરતભાઇ ગુસાઇ નગરપાલિકાના કાઉન્સિલર વિધાબેનના પતિ થાય છે, વિદ્યાબેન પાલિકાની ટેક્સેસન કમિટિના સભ્ય છે. 

 

ભરતભાઈએ આપઘાત કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી ગયા હતા જેમા તેમણે મિત્રો કે પરિવાર પ્રત્ય કોઇ મનદુખ ન હોવાનું અને પોતે સ્વેચ્છાએ આત્મહત્યા  કરી હોવાનું જણાવ્યું હતું, તો બીજી તરફ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભરતભાઇએ આર્થિક સંકડામણને કારણે અાત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે, હાલ માંડવી પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના સચોટ કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...