Home » Kutchh » Bhuj » Struggle Story Of misses India Earth 2018 Finalists, Married With Sisters Husband

2001ના ભૂકંપે મિસિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટની જિંદગી હચમચાવી હતી, જીજાજી સાથે જ કરવા પડ્યા હતા લગ્ન

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 08:04 PM

દર્શનાએ પોતાની ઉતાર-ચડાવા ભરેલી લાઈફ અંગે divyabhaskar.com સાથે ખાસ વાચતીત કરી હતી

 • Struggle Story Of misses India Earth 2018 Finalists, Married With Sisters Husband
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  દર્શનાએ જીવન સાથે સંઘર્ષ કરી નારી શક્તિનું અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે

  દીપક ભાટી, અમદાવાદ: મૂળ નવસારીની અને હાલ માધાપરને કર્મભૂમિ બનાવનારી દર્શના સોરઠીયા મિસિસ ઇન્ડિયા-અર્થ 2018 સ્પર્ધાની ફાઇનલ સુધી પહોંચી સમગ્ર રાજ્યને ગૌરવ અપાવ્યું છે. તો બીજી બાજુ દર્શનાએ નારી શક્તિનું અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. દર્શનાએ પોતાની ઉતાર-ચઢાવ ભરેલી લાઈફ અંગે Divyabhaskar.com સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2001ના ભૂકંપે મારી જિંદગી હચમચાવી દીધી હતી અને મારા જીજાજી સાથે જ લગ્ન કરવા પડ્યા હતા.

  દાસ્તાન-એ-દર્શના.....
  દર્શના સોરઠીયાએ વાતચીતમાં જણાવ્યું કે, 26 જાન્યુઆરી 2001ના દિવસે ભૂકંપની ઘટનાએ મારી આખી જિંદગી બદલી નાખી હતી. મને ખબર પડી કે કચ્છમાં આવેલા ભૂંકપમાં મારી બહેન અને તેના બાળકો ભૂંકપની તારાજીમાં મૃત્યુ પામ્યા હતા, તે જાણીને હું હચમચી ગઇ હતી. ભૂંકપમાં તેના જીજાજી એક માત્ર બચ્યા હતા. થોડા દિવસ બાદ મારા માતા પિતાએ મને મારા જીજાજી નીતિન સોરઠીયા સાથે લગ્ન કરવા માટે કહ્યું હતું. મે પરિસ્થિતિને અનુરૂપ બની લગ્ન કરવાની હા પાડી હતી.

  પતિએ મોડેલિંગ કરવા પ્રોત્સાહન આપ્યું..
  ‘મે મહિનામાં લગ્ન કર્યા બાદ હું કચ્છના ગામ માધાપર રહેવા આવી ગઇ હતી. લગ્નના 2 વર્ષ બાદ મે મારા પતિ નીતિનને કહ્યું કે મારે મોડલિંગ કરવાની ઇચ્છા છે અને હું આમા કરિયર બનાવવા માંગુ છું. મારા પતિએ મને મારા પસંદગીના ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. પહેલા હું નાના શોઝ કરતી, કચ્છના ફેશન શોઝમાં પાર્ટિસિપેટ કર્યું, બાદમાં ડેલીશોપની એડમાં પણ કામ કર્યું. મારા પતિ હાલ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટટેન્ટની જોબ કરે છે.

  ગુજરાતની મધ્યમવર્ગીય યુવતી મિસિસ ઇન્ડિયા અર્થ-2018ની ફાઇનલમાં પહોંચી


  લગ્ન બાદ ગુજરાન ચલાવવા જોબ પણ કરી
  દર્શનાએ જણાવ્યું કે લગ્ન કર્યા બાદ અમારી આર્થિક સ્થિતિ નબળી હતી માટે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મે બ્યુટી પાર્લરમા જોબ પણ કરી હતી. તેની સાથે સાથે મે મોડલિંગ ક્ષેત્રે ડગ ભરી હતી ભૂજ, ગાંધીધામ, વડોદરા, અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સહિત વિવિધ શહેરોમાં ફેશન શો સિવાય વીડિયો આલ્બમ, અને એડ શૂટ કર્યા, અને વર્ષ 2016 મિસિસ ડાયમંડ ઓફ કચ્છનો ખિતાબ જીત્યો હતો.


  આગળની સ્લાઈડ્સમાં વાંચો: ગ્લેમર ઈન્ડસ્ટ્રીના કડવા અનુભવ

 • Struggle Story Of misses India Earth 2018 Finalists, Married With Sisters Husband
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૂંકપમાં બહેનના મોત બાદ જીજાજી સાથે જ લગ્ન કરવા પડ્યા

  ગ્લેમર ઈન્ડસ્ટ્રીના કડવા અનુભવ
  દર્શના સોરઠીયાની જિંદગી પહેલી નજરે ઝાકમઝોળ ભરેલી દેખાય છે, પરંતુ તેની પાછળ કેટલાય આંસુઓ છુપાયેલા છે. ભૂંકપે તેનુ સર્વસ્વ ઝુંટવી લીધું. પરંતુ તેને પગભર થવા તેના પતિએ હિંમત આપી અને આજે તે સુપર મોડલ તરીકે કામ કરી રહી છે. દર્શનાને આ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં અનેક કડવા અનુભવો થયા છે, પરંતુ તેણે અડગ રહી ધોરણ 10 પાસ દર્શના આજે એમબીએ ભણેલી યુવતીઓને પણ એક પ્રેરણા પુરી પાડે તેવો કિસ્સો બની ચૂકી છે.


  આગળની સ્લાઈડ્સમાં વાંચો: દર્શનાની પોતાના પરિવારના સભ્યો વિશે જણાવ્યું...

 • Struggle Story Of misses India Earth 2018 Finalists, Married With Sisters Husband
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  હાલ દર્શનાના બે બાળકો છે- વર્ષ 2017માં મિસિસ ડાયમંડ ઓફ કચ્છનો ખિતાબ

  દર્શનાની પોતાના પરિવારના સભ્યો વિશે જણાવ્યું...
  દર્શનાએ પોતાના પરિવાર વિશે માહિતી આપતા કહ્યું કે તેના પરિવારમાં તેના પતિ અને બે બાળકો સહિત 4 લોકો છે. વર્ષ 2001ના ભૂંકપમાં દર્શનાની મોટી બહેન તેના બે બાળકો અને સાસુ- સસરાના એપોર્ટમેન્ટ ધરાશાયી થતો મોતને ભેટ્યા હતા. લગ્નના થોડા વર્ષો બાદ પણ મારા માતા- પિતાનું પણ મોત નીપજ્યું હતું. હાલ મારી 3 બહેનો અને એક ભાઈ પણ છે. મેં મારૂ સ્વપ્ન તો પૂર્ણ કર્યું પણ સાથે-સાથે મેં મારા પરિવારની સાશે મળીને મારા ભાઈ બહેનના લગ્ન પણ કરાવ્યા.


  આગળની સ્લાઈડ્સમાં વાંચો:મિસિસ ઈન્ડિયા અર્થ 2018નું પ્લેટફોર્મ કેવી રીતે મળ્યું....

 • Struggle Story Of misses India Earth 2018 Finalists, Married With Sisters Husband
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોડલિંગ માટે દર્શનાના પતિએ સપોર્ટ કર્યો અને પ્રોત્સાહન આપ્યું

  મિસિસ ઈન્ડિયા અર્થ 2018નું પ્લેટફોર્મ કેવી રીતે મળ્યું....
  divyabhaskar.com સાથે વાતચીતમાં દર્શનાએ જણાવ્યું કે તેણે મોડલિંગમાં કારકિર્દીની શરૂઆત વર્ષ 2015માં કરી હતી. મોડલિંગમાં આગળ વધવા માટે ફેશન શોથી શરૂઆત કરી હતી. દિલ્હી ગુજરાત અને અન્ય શહેરો સાથે કચ્છમાં તેણે ફેશન શોઝમાં ભાગ લીધો હતો. દર્શાનાનું સપનું હતું કે એક દિવસ તે નેશનલ લેવલ સુધી પહોંચે અને પોતાને સાબિત કરે, તે માટે ફેશન શો વિશે વધુ જાણવા તેની સાઈટ્સ અને ફેસબુક પેજ પર રિસર્ચ શરૂ કર્યું. વર્ષ 2017માં મિસિસ ગ્લોબલ ઈન્ડિયામાં ભાગ લેવાની તક મળી. તે પહેલા આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અલગ અલગ શહેરામાં ઓડિશન્સ આપ્યા પણ તે મિસિસ ગ્લોબલ ઈન્ડિયાનો શો અન્ય કારણોસર અધવચ્ચે બંધ થઈ ગયો હતો. આ શોમાં ભાગ લેવા માટે છેલ્લા એક વર્ષથી હું પ્રયાસો કરી રહી હતી. પણ શો આગળ વધ્યો જ નહીં. ત્યાર બાદ પણ દર્શના હિંમત નહી હારી અને તે સોશિયલ સાઈટ્સ અને ફેસબુક પેજ પર અન્ય શો વિશે સતત રિસર્ચ કરવાનું ચાલું રાખ્યું, ત્યારે તેને મિસિસ ઈન્ડિયા અર્થ 2018 વિશે જાણવા મળ્યું. આ અંગે તમામ તપાસ કર્યા બાદ દર્શનાએ વિચાર્યું કે મારા કરિયર માટે આ પ્લેટફોર્મ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. મિસિસ ઈન્ડિયા અર્થ 2018માં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું અને આગળની પ્રોસેસ પૂર્ણ કરી હતી. 


  આગળની સ્લાઈડ્સમાં વાંચો: કેવી રીતે દર્શના મિસિસ ઈન્ડિયા અર્થ 2018ની ફાઈનલિસ્ટ બની?

 • Struggle Story Of misses India Earth 2018 Finalists, Married With Sisters Husband
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  દર્શના સોરઠીયાએ વર્ષ 2015થી મોડલિંગની શરૂઆત કરી

  કેવી રીતે દર્શના મિસિસ ઈન્ડિયા અર્થ 2018ની ફાઈનલિસ્ટ બની?
  લાંબા સમયથી ચાલતી પ્રોસેસ બાદ દર્શનાનું મિસિસ ઈન્ડિયા અર્થ 2018 માટે સિલેક્શન થયું હતું. ઈન્ડિયાના અન્ય શહેરોમાંથી પણ યુવતીઓની પસંદગી કર્યા બાદ શોના 52 ફાઈનલિસ્ટ્સના નામ જાહેર કરવામાં આવ્યા હતાં, જેમાં દર્શના સોરઠીયાનું નામ પણ સામેલ હતું, આગામી 7મી સેપ્ટેબરે આ શોનો ફાઈનલ રાઉન્ડ યોજાશે. શોના ફર્સ્ટ રાઉન્ડમાં 52 યુવતીઓ વચ્ચે કોમ્પિટિશન બાદ 15 યુવતીઓની પંસદગી કરવામાં આવશે અને તેમાંથી મિસિસ ઈન્ડિયા અર્થ 2018નું નામ ઘોષિત કરાશે.


  આગળની સ્લાઈડ્સમાં વાંચો:સમાજ અને કાસ્ટિંગ કાઉચના કેવા અનુભવ?

 • Struggle Story Of misses India Earth 2018 Finalists, Married With Sisters Husband
  દર્શના મિસિસ ઈન્ડિયા અર્થ 2018ના 52 ફાઈનલિસ્ટમાંથી એક છે

  સમાજ અને કાસ્ટિંગ કાઉચના કેવા અનુભવ?
  દર્શનાએ સમાજના લોકો વિશે કટાક્ષ કરતા કહ્યું કે પરિસ્થિતિની વિરુદ્ધ સમાજ પીઠ પાછળ કેટલીક અસહનીય વાતો કરતો હતો, કોઈ કહેતા કે લગ્ન કરેલી યુવતી અને બે બાળકો ધરાવતી એક મહિલા આવા ગ્લેમર કેવી રીતે બતાવી રહી છે. લાઈફ સ્ટાઈલ વિશે આસપાસના લોકો કહેતા કે, પરિણીતા થઈને આ કેવા કપડા પહેરીને ફરે છે. આવા અસહનીય શબ્દોના પ્રહારો બાદ પણ તેણે પોતાનો આત્મવિશ્વાસ જીવંત રાખ્યો અને કોઈની વાત પર ધ્યાન ન આપતા તે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતી ગયી. મોડલિંગની દુનિયામાં કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ બનતી હોય છે. દર્શનાએ જણાવ્યું કે મારી સામે એવી શરતો પણ રાખવામાં આવી હતી કે તમે ઓછા સમયમાં મોડલિંગના શિખર પર પહોંચી શકો છો, પણ તે માટે હું ક્યારેય તૈયાર ના થઈ. મહેનત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધીને અહિંયા સુધી પહોંચી છું.  દર્શનાએ યુવતીઓને સંદેશો આપ્યો

  છેલ્લે દર્શનાએ યુવતીઓને પ્રેરણારૂપ બનવા માટે સંદેશો આપ્યો હતો અને કહ્યું કે બધાએ પોતાની અંદર આત્મવિશ્વાસ રાખવો જોઈએ અને જીવનમાં કેટલાક સંઘર્ષો આવે પણ યોગ્ય માર્ગ જ નક્કી કરવો જોઈએ. જીવનમાં પરિસ્થિતિને અનુરૂપ બનીને લડવું જોઈએ....

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ