Home » Kutchh » Bhuj » Romiyo Drive In Bhuj, Police Reached IN Garden, Couple Said We Are Engaged

સાદા ડ્રેસમાં પોલીસ પહોંચી પાર્કમાં, યુવક-યુવતી પકડાતા કહ્યું- ‘અમારી સગાઈ થઈ ગઈ છે અમે કશું ખોટુ નથી કરતા’

Divyabhaskar.com | Updated - Sep 14, 2018, 10:28 AM

ખેંગારપાર્કમાં પોલીસ ત્રાટકી: યુવતીની માતાએ કહ્યું, મારા જમાઈ છે છતાં લખાવ્યું માફીનામું

  • Romiyo Drive In Bhuj, Police Reached IN Garden, Couple Said We Are Engaged
    પ્રતિકાત્મક તસવીર

    ભુજ: ભુજમાં ગુરુવારે સીટી પીએસઆઈએ રોમિયો ડ્રાઈવ કરી હતી, જેમાં ખેંગાર પાર્કમાં સાંજે 7 વાગે નિર્દોષ યુવક યુવતી પાસે માફીનામું લખાવી ખોટી રીતે હેરાન કર્યા હતા. પોલીસ પુછતા તેમને જણાવ્યું કે અમારી સગાઈ થઈ ગઈ છે અમે કશું ખોટું નથી કરતા. રોમિયો ડ્રાઈવના નામે ગભરું લોકોને હેરાનગતિ કરાતા ભારે રોષ ફેલાયો છે. જેથી સભ્ય સમાજમાં પોલીસની કાર્યવાહી પ્રત્યે ધિક્કારની લાગણી જન્મી હતી.

    અમારી સગાઈ થઈ ગઈ છે- યુવક-યુવતી
    શહેર પોલીસ દ્વારા પોતાના અધિકારીને પોતાની કામગીરી બતાવવા માટે અવાર નવાર રોમિયો ડ્રાઈવ કરવામાં આવે છે, જેમાં ગભરુ સમાજના યુવક યુવતીઓને ત્રાસ આપવામાં આવતો હોવાની બૂમ ઘણા લાંબા સમયથી ઉઠી છે. ગુરુવારના પણ એવી જ એક ઘટના બની હતી, જેમાં ખેંગાર પાર્કમાં સાંજે 7 વાગે યુવક યુવતી બેઠા હતા. જેમની પાસે સાદા ડ્રેસમાં મહિલા પોલીસ યુવક યુવતી પાસે ઉભા રહ્યા ત્યારબાદ પુરુષ પોલીસ આવ્યા હતા. જેમણે યુવક યુવતની કહ્યું કે તમારે અહીં ન બેસવું જોઈએ, જેથી યુવક યુવતીએ કહ્યું કે અમારી સગાઈ થઈ ગઈ છે. અમે કશું ખોટું નથી કરતા. ફરવા આવતા અન્ય લોકોની જેમ જ બેઠા છીએ.

    યુવતીની માતાએ કહ્યું- યુવક જમાઈ થાય છે
    વાતચીત દરમિયાન પોલીસે ઓળખ માગી હતી. પોલીસ સાદા ડ્રેસમાં હતી, જેથી યુવકે પોલીસ તરીકેની ઓળખ માગી હતી. આમ છતાં પોલીસે યુવક યુવતીની ઓળખ માગી હતી, જેથી યુવક યુવતીએ ઓળખ કાર્ડ પણ બતાવ્યા અને ઘરે ફોન પણ કરાવ્યા હતા. યુવતીએ ઘરે ફોન કરાવી ખાતરી પણ કરાવી હતી, જેમાં યુવતીની માતાને પોલીસે પૂછ્યું કે, આ નામનો યુવક તમારો શું થાય, જેથી યુવતીની માતાએ કહ્યું જમાઈ થાય છે. પોલીસે યુવતીની માતાને પૂછ્યું કે તમને જાણ છે ને કે તમારી છોકરી આ યુવક સાથે અહી આવી છે, જેથી યુવતીની માતાએ કહ્યું કે, હા જાણ છે. આમ છતાં પોલીસે યુવતીની માતાને કહ્યું કે અમે તેમને અહીં પકડ્યા છે.


    પોલીસે યુવક-યુવતી પાસે માફીપત્ર લખાવ્યું
    એટલું ઓછું હોય તેમ ફરી યુવક યુવતી પાસે વિશેષ વિગતો માગી અને માફીપત્ર ઉપર સહી માગી, જેથી યુવતીએ વાંધો લીધો અને કહ્યું કે, અમે કંઈ ખોટું કર્યું નથી છતાં શા માટે સહી કરીએ. આમ છતાં પોલીસે કહ્યું કે સહી તો કરી જ દેવી પડશે. અહીં સવાલ એ છે કે, આ સમગ્ર ઘટના બાદ એસ.પી. આ બાબતે શું કાર્યવાહી કરે છે. જો એસ.પી. કોઈ કાર્યવાહી નહી કરે તો રોમિયો ડ્રાઈવના નામે સભ્ય સમાજના લોકોને પોલીસ ત્રાસ આપતી રહેશે અને હેરાન કરતી રહેશે.

    તપાસ કરું છું : SP
    એસપી એમ.એસ. ભરાડાનો ટેલિફોનિક સંપર્ક સાધી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા તો તેમણે કહ્યું હતું કે, હું તપાસ કરું છું. જોકે, આ અગાઉ સીટી પીએસઆઈ રાણાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, આ અમે રોમિયો ડ્રાઈવ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ