તૈયારી / માંડવીના MLAના દીકરાના લગ્નની સાથે 115 જોડાના રજવાડી સ્ટાઈલમાં ભચાઉમાં સમુહલગ્ન યોજાશે, ભવ્ય સેટનું નિર્માણ

સેટ બનાવવાની કામગીરી
સેટ પર હાથીની પ્રતિકૃતિઓ
સેટ પર હાથીની પ્રતિકૃતિઓ
સેટની અંદર શોભામાં વૃદ્ધિ કરતાં ઘોડાની અર્ધપ્રતિમાઓ
સેટની અંદર શોભામાં વૃદ્ધિ કરતાં ઘોડાની અર્ધપ્રતિમાઓ
તૈયાર કરાઈ રહેલા સેટની અંદરનો નજારો
તૈયાર કરાઈ રહેલા સેટની અંદરનો નજારો

DivyaBhaskar.com

Jan 21, 2019, 10:13 PM IST

ભચાઉ: 25મી જાન્યુઆરીએ માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપાડી રહ્યા છે. તેમના દીકરા જયદિપસિંહ જાડેજા તથા ભાઇ મહાવીરસિંહ જાડેજાની પુત્રી પૂજાબાના લગ્નની સાથે-સાથે ક્ષત્રિય સમાજની 115 કન્યાઓના કન્યાદાનનું ભગીરથ કાર્ય પણ તેમના હસ્તે થશે. આ માટે ભચાઉ પાસે એક ફિલ્મી સેટની ટક્કર મારે તેવો સેટ તૈયાર કરી રહ્યા છે.


ભવ્ય સેટ તૈયાર


રાજકોટની ઇવેન્ટ કંપની દ્વારા 8.5 લાખ ચો.ફૂટનું ભવ્ય શમિયાણું 'વૃંદાવનધામ'ની થીમ પર તૈયાર થઇ રહ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશના રાજવી પરિવારો ઉપરાંત વિશેષમાં શિવાજી મહારાજના વંશજ પરિવારના સદસ્યો પણ હાજર રહેશે. કન્યાદાનમાં ઘરવખરીની તમામ વસ્તુઓ અને સોના-ચાંદીના દાગીના પણ અપાશે.


શણગાર અને વરઘોડાની તૈયારીઓ


સમારોહ પ્રસંગે ભચાઉને શણગારાઇ રહ્યું છે. 115 વરઘોડા માટે ભારતની નામાંકિત બેન્ડપાર્ટીઓ, ઘોડા-હાથી, રાસમંડળીઓની રમઝટ બોલાવાશે. બે દિવસીય કાર્યક્રમ માટે 35000થી વધુ લગ્નપત્રિકાઓ આપવામાં આવી છે. અડધા લાખથી વધુ લોકો આ મહોત્સવને માણે તેવી ધારણા રખાઇ છે.


પશુઓ માટે 1 કરોડના ખર્ચે ઘાસચારો


વર્તમાન સમયની માંગ અનુસાર વિવિધ જ્ઞાતિ-સમાજોનો ઝોક હવે સમૂહલગ્ન કરવા તરફ વધી રહ્યો છે ત્યારે આ રજવાડી સમૂહલગ્નનો તમામ ખર્ચ ધારાસભ્ય ઉપાડશે. તેમજ અછતના સમયમાં તેમણે 1 કરોડના ચારાની વ્યવસ્થા પણ ગોઠવી છે.


સંતો અને મુખ્યમંત્રી આશીર્વાદ આપશે


તમામ જોડલાંને આશીર્વાદ આપવા ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ તેમજ કથાકાર મોરારિબાપુ સમેત અન્ય સંતો-મહંતો પધારશે.


તસવીરો: ધનસુખ સોલંકી, ભચાઉ

X
સેટ પર હાથીની પ્રતિકૃતિઓસેટ પર હાથીની પ્રતિકૃતિઓ
સેટની અંદર શોભામાં વૃદ્ધિ કરતાં ઘોડાની અર્ધપ્રતિમાઓસેટની અંદર શોભામાં વૃદ્ધિ કરતાં ઘોડાની અર્ધપ્રતિમાઓ
તૈયાર કરાઈ રહેલા સેટની અંદરનો નજારોતૈયાર કરાઈ રહેલા સેટની અંદરનો નજારો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી