Divya Bhaskar

Home » Kutchh » Bhuj » Madhapars Middle Class Girl Reached In Mrs India Earth 2018

ગુજરાતની મધ્યમવર્ગીય યુવતી મિસિસ ઇન્ડિયા અર્થ-2018ની ફાઇનલમાં પહોંચી

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 11:57 AM

દર્શના સોરઠીયાએ લગ્નબાદ ગુજરાન ચલાવવા જોબ કરી, બ્યૂટીપાર્લર ચલાવવા સાથે મોડેલિંગ ક્ષેત્રે ડગ ભરી

  • Madhapars Middle Class Girl Reached In Mrs India Earth 2018
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    દર્શના સોરઠીયાએ લગ્નબાદ ગુજરાન ચલાવવા જોબ કરી

    માધાપર: મૂળ નવસારીની અને હાલે માધાપરને કર્મભૂમિ બનાવનારી યુવતીએ મિસ ઇન્ડિયા-અર્થ સ્પર્ધાની ફાઇનલ સુધી પહોંચીને ન માત્ર પોતાનું સપનું સાકાર કર્યું છે, બલ્કે સમગ્ર રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

    દર્શનાએ 2016માં ડાયમંડ ઓફ કચ્છનો ખિતાબ જીત્યો...

    તદ્દન મધ્યમવર્ગીય યુવતી દર્શના સોરઠીયાએ લગ્નબાદ ગુજરાન ચલાવવા જોબ કરી, બ્યૂટિપાર્લર ચલાવવા સાથે મોડેલિંગ ક્ષેત્રે ડગ ભરી ભુજ, ગાંધીધામ, બરોડા, અમદાવાદ, મુંબઇ, દિલ્હી સહિતની વિવિધ જગ્યાઓએ ફેશન શો ઉપરાંત વીડિયો આલ્બમ, એડશૂટ કર્યાં. 2016માં ડાયમન્ડ ઓફ કચ્છનો ખિતાબ જીત્યો. રાષ્ટ્રિયસ્તરે મિસ ઇન્ડિયા-અર્થ-2018 સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચીને તેમણે પોતાનું શમણું સાકાર કર્યું છે.

    જેરૂસલામ તરફ મુખ ધરાવતી ગુજરાતની એકમાત્ર 1300 વર્ષ જૂની મસ્જિદ

    કચ્છ તદ્દન સૂકો મૂલક હોવાથી અહીં હરિયાળીની અગત્યતા વધારે હોવાની નેમ તેમણે વ્યક્ત કરીને માધાપરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી અભિયાનનો આરંભ કરાવ્યો હતો. તેમણે લેવા પટેલ અંગ્રેજી શાળા, શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ, અપનાઘર વૃદ્ધાશ્રમ ઉપરાંત અન્ય મંદિરોમાં પણ વાવેતર કર્યું હતું. સમગ્ર આયોજનમાં ફિલ્મ ડાયરેક્ટર ભૂપેન્દ્ર મહેશ્વરી, કેશવ માધવ ટ્રસ્ટના અધ્યક્ષ રમેશ કારા, અપનાઘરના ટ્રસ્ટીઓ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

    વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

  • Madhapars Middle Class Girl Reached In Mrs India Earth 2018
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    દર્શના સોરઠીયાએ સમગ્ર રાજ્યને ગૌરવ અપાવ્યું છે
  • Madhapars Middle Class Girl Reached In Mrs India Earth 2018
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Madhapars Middle Class Girl Reached In Mrs India Earth 2018
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    2016માં ડાયમન્ડ ઓફ કચ્છનો ખિતાબ જીત્યો
  • Madhapars Middle Class Girl Reached In Mrs India Earth 2018
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Madhapars Middle Class Girl Reached In Mrs India Earth 2018
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending