Home » Kutchh » Bhuj » local people harassed scheduled 1 animal gurnar in kutch

ભુજ: દુર્લભ ઘોરખોદિયાની લોકોએ કરી અવદશા, દોરડે બાંધી ફેરવ્યું સીમાડામાં

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:44 PM

ગુરનાર સાથે નિર્દયી કૃત્યનો ત્રણ મહિનામાં બીજો કિસ્સો સામે આવ્યો, કચ્છ વનવિભાગેકૃત્ય કરનારા શખ્સોને પકડવા દોડધામ મચાવી

 • ભુજ: ઘોરખોદિયા નામનું પ્રાણી કચ્છમાં ગુરનાર નામે અજાણ્યું નથી પણ અદેખ્યુ ચોક્કસ છે.ત્યારે ગુરનાર સાથે નિર્દયી કૃત્યનો ત્રણ મહિનામાં બીજો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં આઠથી નવ જેટલા શખ્સો આ દુર્લભ જંગલી જીવને રંજાડતા દેખાય છે. સોમવારે મોડી રાત્રે પશ્ચિમ કચ્છ વનવિભાગ આ કૃત્ય કરનારા શખ્સોને પકડવા દોડધામ મચાવી દીધી હતી.

  સોમવારથી વીડિયો થયો છે વાયરલ


  ગુરનારના અત્યાચારનો વીડિયો મળતા સોમવારે રાત્રે પશ્ચિમ કચ્છ વનવિભાગના નાયબ વન સંરક્ષક બી.જે અસારીએ આ ઘટનાની તપાસ એ.સી.એફ તુષાર પટેલને સોંપી છે,મોડી રાત્રે તુષાર પટેલએ જણાવ્યું કે,અમે હજુ વીડિયોમાં દેખાતા બાઈકના અધૂરા નંબરના આધારે આરટીઓમાં તપાસ કરાવી લોકેશન શોધી રહ્યા છીએ.


  લખપતના બીટીયારીનો વીડિયો


  વિશ્વસનીય સૂત્રોની માહિતી મુજબ આ વીડિયો લખપતના બીટીયારી ગામનો છે. જ્યાં આઠ થી દસ લોકો અને બે ત્રણ સ્ત્રીઓ કચ્છી ભાષામાં બોલી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે,વનરક્ષકથી લઇ અને વનપાલ સુધી ગામડે ગામડે સ્ટાફ ધરાવતો આટલો મોટો વનવિભાગ શું આ ઘટનાથી આંખ આડા કાન કરવા માંગે છે? કે પછી ધામાયના અજગરની હત્યાની જેમ પડદો પાડી દેવા માંગે છે?.

  આગળની સ્લાઈડ્સ વીડિયો બે દિવસ જુનો : સ્થાનિક આરએફઓ અને એ.સી.એફની ભૂંડી ભૂમિકા

 • local people harassed scheduled 1 animal gurnar in kutch
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  વીડિયો બે દિવસ જુનો : સ્થાનિક આરએફઓ અને એ.સી.એફની ભૂંડી ભૂમિકા


  વનતંત્રના અત્યંત આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો બે દિવસ જુના છે. જો કે અહીંના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મિલીભગતના કારણે ઉપર સુધી રિપોર્ટિંગ કરવાનું પણ ઈરાદા પૂર્વક ટાળ્યું હતું. એવામાં સોશ્યલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ જતા સમગ્ર પ્રકરણ ઉજાગર થયું  હતું. જો કે આ અગાઉ ધામાય ગામે કચ્છના પ્રથમ વખત જોવા મળેલા અજગરને મોતને ઘાટ ઉતારનારના ફોટા પણ હોવ છતાંય તપાસમાં ગયેલા 'ખાસ' એ.સી.એફ  કેસ કરવાનું કેમ ચુક્યા તે હજુય લોકોમાં ચર્ચાનો મુદ્દો છે.

   


  આગળની સ્લાઈડ્સ કચ્છી ભાષામાં ગાળા-ગાળી ભરેલા વીડિયોમાં શું છે ઘટનાક્રમ?

 • local people harassed scheduled 1 animal gurnar in kutch
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  કચ્છી ભાષામાં ગાળા-ગાળી ભરેલા વીડિયોમાં શું છે ઘટનાક્રમ?

   

  વાયરલ થયેલા ત્રણ વીડિયોમાં 1.30 મિનિટ અને બીજા બે વીડિયો 36 સેકન્ડ અને 20 સેકન્ડ ના છે. જેમાં અશક્ત દેખાતું ગુરનાર બાવળમાં જઈ રહ્યું છે. કચ્છી ભાષા બોલતા કેટલાક શખ્સ તેને પગમાં દોરડી બાંધી ફેરવે છે. એકચોટ તે લથડિયું ખાઈ પડી પણ જાય છે. બે ત્રણ છોકરાઓ વીડિયો અને સેલ્ફી પણ ક્લિક કરી રહ્યા છે. સ્થાનિકે બે બાઈક અને ટ્રેકટર પડ્યા છે. જેમાં બાઈક પર 'ધનાણી' લખેલું છે,છેલ્લા ત્રણ આંકડા 644 વંચાય છે.કચ્છી ભાષામાં ગાળા-ગાળી  સતત બોલાયા કરે છે.

   

  આગળની સ્લાઈડ્સ  આ કૃત્ય કરનારને નહીં બક્ષાય,જેલ હવાલે કરાશે : મુખ્ય વન સંરક્ષક 

 • local people harassed scheduled 1 animal gurnar in kutch
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  આ કૃત્ય કરનારને નહીં બક્ષાય,જેલ હવાલે કરાશે : મુખ્ય વન સંરક્ષક 

   

  આ સમગ્ર ઘટનાક્રમ અને કચ્છના મુખ્ય વન સંરક્ષક કે.એસ.રંધાવાએ જણાવ્યું કે ગુરનાર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ શિડ્યુલ-1નું પ્રાણી છે. તેને રંજાડવું કે નુકસાન પહોંચાડવું પણ  મોટો ગુન્હો બને છે. મેં તપાસ માટે ટિમ મોકલી છે. ભાસ્કરે શું પગલાં લેશોના ઉત્તરમાં સી.સી.એફ એ આ કૃત્ય કરનારને નહીં બક્ષવા કડક પગલાં લઇ જેલહવાલે કરાશે તેમ જણાવ્યું હતું.

   


  આગળની સ્લાઈડ્સ જાન્યુઆરીમાં મથડામાં થઇ'તી હત્યા,ભાસ્કરે કર્યો તો પર્દાફાશ

 • local people harassed scheduled 1 animal gurnar in kutch
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  જાન્યુઆરીમાં મથડામાં થઇ'તી હત્યા,ભાસ્કરે કર્યો તો પર્દાફાશ

   

  ગત 12 જાન્યુઆરીના અંજાર તાલુકાના મથડાં ગામે ગુરનારની માથે પથ્થર ઝિંકી હત્યા કરી દેવાઈ હતી.જે ઘટનાનો પર્દાફાશ ભાસ્કરે કર્યા બાદ પૂર્વ કચ્છ વનવિભાગે બીજા દિવસે જ મધ્યપ્રદેશના ગુન્હેગાર કેલસિંઘને પકડી જેલહવાલે કર્યો હતો. આ ગુન્હામાં બિનજામીનપાત્ર જેલની સાત વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ થઇ શકે છે. 

 • local people harassed scheduled 1 animal gurnar in kutch
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • local people harassed scheduled 1 animal gurnar in kutch
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ