પાકા દબાણોને છોડીને ભુજ સુધરાઇએ ખાંચામાં આવેલી 8-10 કેબિનો હટાવી!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: શહેરના મુખ્ય વિસ્તારોમાં દબાણની સમસ્યાએ માજા મુકી છે. તો  ઠેકઠેકાણે થયેલા દબાણને લીધે ટ્રાફિક થાય છે. સુધરાઇએ  દબાણ હટાવ  કામગીરીનો  દેખાવો  કર્યો હોય તેમ રોડ મૂકીને ખાંચામાં  પડેલી કેબીનો ઉપાડી હતી. મંગળવારે વાણિયાવાડ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 9ની આસપાસ ગંદકી અને કેબીનોનો ખડકલો છે. એની રજૂઆતના પગલે નગરપાલિકાની દબાણ શાખાએ આ વિસ્તારમાં ન નડતી 8થી 10 કેબીનો ઉપાડી હતી.

 

આજે બુધવારે પણ JCBથી વધુ કેબિનો જ ઉપાડાશે

 

બુધવારે સવારે જેસીબી દ્વારા અન્ય વધુ કેબીનો  ઉપાડાશે તેમ શાખાના ઇન્ચાર્જે કહ્યું હતું. વાણિયાવાડ વિસ્તારમાં રોડ ઉપર ખડકાયેલી અનેક શાકભાજીની લારીઓ વર્ષોથી ગોઠવાયેલી છે. જે સુધરાઇના સત્તાધિશોને નજરે ન ચડતી હોવાનું સમજાઇ રહ્યું છે. જે કેબીનો બંધ હાલતમાં છે, કોઇ વ્યાપારમાં ઉપયોગ નથી કરાતી તેવી કેબીનો ઉપાડવાની પાછળ નગરપાલિકાનો શું ઉદ્દેશ છે તેવા સવાલો ઉભા થયા છે. દબાણ શાખાના કલ્યાણસિંહે જણાવ્યું હતું કે, અમને મળેલી રજૂઆતને લીધે અડચણરૂપ કેબીનો ઉપાડાઇ હતી.

 

સુધરાઇનો શુરવીર સ્ટાફ મોટા મોટા દબાણો તરફ આંખ આડા કાન કરીને નાના ધંધાર્થીઓ પર પોતાની કામગીરી બતાવવા ત્રાટકયો હતો. 

અન્ય સમાચારો પણ છે...