Home » Kutchh » Bhuj » kutchi mehendi artist dipti maru appoint for Deepika Padukone and Ranveer Singh wedding

મુંબઇમાં રહેતી કચ્છી યુવતીએ ઇટાલીમાં દીપિકા-રણવીરને મહેંદી મૂકી, લગ્નમાં આપી હાજરી

Divyabhaskar.com | Updated - Nov 15, 2018, 03:54 PM

મહેંદી આર્ટિસ્ટ દિપ્તી મારુએ દીપિકા અને રણવીરને મહેંદી મૂકી

  • kutchi mehendi artist dipti maru appoint for Deepika Padukone and Ranveer Singh wedding

    * મહેંદી આર્ટિસ્ટ સાથે કર્યા કરાર
    * મૂળ કચ્છની અને મુંબઈના નાલાસોપારામાં રહે છે દિપ્તી મારુ
    * દીપિકા-રણવીરસિંહના કોન્ટ્રાક્ટ મુજબ તે પરિવાર સાથે પણ વાત નથી કરી શકી
    * 11મી નવેમ્બરે જ દિપ્તી પહોંચી છે ઈટાલી

    ભુજ: બોલીવુડની જાણીતી ફિલ્મી જોડી દીપિકા પાદુકોણ અને રણવીરસિંહે ગઈકાલે કોંકણી વિધિથી લગ્ન કર્યા બાદ આજે સિંધી વિધિથી લગ્ન ઇટાલીમાં લગ્ન કર્યા હતા. બહુચર્ચિત લગ્નમાં મૂળ કચ્છની અને મુંબઇના નાલાસોપારામાં રહેતી મહેંદી આર્ટિસ્ટ દિપ્તી મારુએ દીપિકા અને રણવીરને મહેંદી મૂકી હતી. તેણે મેહંદી મૂકવા માટે દીપિકા-રણવીર સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યા હતો. દીપ્તિ તેનો જરૂરી સામાન લઇને 11 નવેમ્બરે રોજ ઇટાલી પહોંચી હતી. મહેંદી સેરેમનીમાં ભાગ લઈને તેણે દીપિકા રણવીરસિંહના લગ્નમાં હાજરી પણ આપી હતી.


    દિપ્તીએ કરેલા કોન્ટ્રાક્ટમાં શું છે સામેલ


    મહેંદી લગાવવા ઇટાલી પહોંચેલા નાલાસોપારામાં રહેતા દિપ્તી મારુ સાથે દીપિકા પાદુકોણ અને રણવીરસિંહે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. જે કોન્ટ્રાક્ટ અંતર્ગત દિપ્તી જે ડિઝાઇન લગાવશે તે વિશે કોઇને વાત કરશે નહીં. મહેંદી આર્ટિસ્ટ ઇટાલીમાં છે ત્યારે કોઇની સાથે વાત પણ કરી શકશે નહીં. કોન્ટ્રાક્ટ મુજબ સૌથી મોટી શરત એ છે કે પરીવારજનો સાથે પણ તે મુંબઇ પહોંચશે ત્યારે જ વાત કરી શકશે. આ સિવાય કોઇપણ અન્ય વ્યક્તિ સાથે પણ વાત કરી શકશે નહીં. દીપિકા પાદુકોણની સાથે સાથે રણવીરને પણ મહેંદી લગાવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ