કચ્છ / નારાયણસરોવર પાસેથી ઝડપાયેલા બંને પાકિસ્તાની પોલીસના હવાલે કરાયા

Kutch news 2 Pakistani were handed over to the police

DivyaBhaskar.com

Feb 08, 2019, 03:19 PM IST

કચ્છ: પાકિસ્તાનને જોડતી કચ્છની સંવેદનશીલ સરહદ વ્યાનવારી ક્રીક પાસેથી બોર્ડર સિકયોરિટી ફોર્સે 1 બોટ સાથે 2 પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડયા હતા. આ બંનેની પૂછતાછમાં એવુ બહાર આવ્યુ છે કે, પાકિસ્તાનનો અજગર નામનો શખ્સ એમને અહિંયા કેકડા સારા મળશે એવી લાલચ આપીને મુકી ગયો હતો. એટલુ જ નહી, એ બોટમાં પકડાયેલા બંને ઘુસણખોરો સહિત પાંચ જેટલી વ્યક્તિઓ હતી. બીએસએફની બોટોને નજીક આવતી જોઇને 3 જણા નાસી ગયા હતા, જ્યારે આ બંને પકડાઇ ગયા હતા. હાલ બંનેને પોલીસના હવાલે કરાયા છે.

પકડાયેલી લાકડાની બોટ 30 બાય 20ની સાઇઝની છે: બે ઘુસણખોરોની સાથે પકડાયેલી 30 બાય 20ની સાઇઝની પાકિસ્તાની બોટમાંથી 10 લીટર ક્રિસ્ટલ, 3 કિલો ખાંડ, પાણીના 15 કેન, 5 કિલો કેકડા, કેકડા પકડવાના 11 સળિયા, 10 પાવડા, 3 તપેલી, 1 તવો, 7 બુટ, 10 જોડી ચંપલ ઉપરાંત, ઘી - લોટ, ઘડિયાળ, ચોખા, તકિયા, જાકીટ, કુરતા, ટીશર્ટ, રજાઇ, ચાદર અને પાકિટ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

X
Kutch news 2 Pakistani were handed over to the police
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી