Divya Bhaskar

Home » Kutchh » Bhuj » Kutch businessman fruitive search on Google found a family, 22-year encounters

કચ્છના વેપારીએ ગૂગલ પર સર્ચ કરી કર્મીનો પરિવાર શોધ્યો, 22 વર્ષે મેળાપ

Divyabhaskar.com | Updated - Jun 25, 2018, 04:24 AM

માલીકે પ્રમાણીકપણું દાખવી પોતાના કર્મચારીને પરિવાર સાથે મિલન કરાવતા સર્જાયા લાગણીસભર દ્રશ્યો

  • Kutch businessman fruitive search on Google found a family, 22-year encounters

    ભૂજ: કચ્છમાં કાર્યરત અેક વેપારી પેઢીના માલિકે પ્રમાણીકપણું દાખવી પોતાના કર્મચારીને પોતાના જ પરિવારનો એક સદસ્ય ગણી 22 વર્ષ એટલે કે 2 દાયકા કરતાંય વધુનો સમય વીતી ગયા બાદ આ કર્મચારીને તેના પરિવારજનો સાથે મેળાપ કરાવ્યો હતો. આ મિલન માટે આ પેઢીના શેઠે ગુગલની મદદ લઇ તેમં ગામનું નામ શોધી કર્મચારીને તેના પરિવાર સાથે મળાવ્યો ત્યારે અત્યંત લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

    કચ્છમાં મેસર્સ પ્રેમજી કરશન ગોરસિયના નામની પેઢીના માલીક ભરત ગોરસિયાને ત્યાં સંતોષ ઉડકે નામનો કર્મચારી ફરજ બજાવતો હતો. આ કર્મચારીનો પરિવાર કચ્છના ભૂકંપમાં મૃત્યુ પામ્યાનું ભરતભાઇ માનતા હતા. પણ સંતોષે અચાનક જ તેના પરિવાર સાથે મળવાની ઇચ્છા દર્શાવી હતી. પણ તેણે ગામનું નામ અધુરું કહેતાં ભરતભાઇએ ગુગલ પર ગામનું નામ શોધી હે મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાનું રાનીપુર હોવાનું સામે આવ્યું હતુ઼. સંતોષ 22 વર્ષ પહેલાં રાનીપુરની તવા ડેમ સાઇટના નિર્માણ કાર્યમાં મજુરીકામ કરતો હતો. કચ્છમાં પહેલા઼ 6 વર્ષ એલએન્ડટીમાં કામ કરતો ત્યારે પોતાને કલકતાનો રહીશ માનતો સંતોષ પ્રેમજી કરશન ગોરસિયા પેઢીમાં જોડાયો પછી ગુમસુમ રહેતા આ કર્મચારીને તેના માલિક થકી પરીવાર સાથે મેળાપ થયો છે.

    મનોચિકીત્સક પાસે કાઉન્સેલીંગ કરાવાયું

    સંતોષના મગજ પર કચ્છના ભૂંકપની અસર હોવાનું સામે આવતાં મનોચિકીત્સક પાસે તેનું કાઉન્સેલી઼ગ કરાવ્યું ત્યારે તેના ગામમાં ગોધરા થઇને જવાય છે એ વાતને ધ્યાને ધરી ગુગલ પરથી તેના ગામની માહિતી મેળવી સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાબદારની મદદ મેળવી સંતોષના પરિવારજનોને શોધી કઢાયા હતા.

    સંતોષના પરિવારને બેન્ક ખાતું ખોલવાની સલાહ આપી

    સંતોષને જે પગાર મળતો હતો તે દારૂ પીવામાં વાપરી નાખતો હતો. જેથી તેના ભરત ગોરસિયાઅે પગાર પોતાની પાસે જમા રાખવાનુ નકકી કર્યું હતુ઼. સંતોષને કોઇ વસ્તુની જરૂર પડતી તો તે નજીકના એક સ્ટોરમાંથી લઇ આવતો જેનુ઼ ચુકવણું તેના શેઠ કરતા હતા. અત્યાર સુધી સંતોષના 80,000 જમા થયા છે તેનો દુરપયોગ ન થાય તે માટે બેન્ક ખાતું ખોલવાની પણ સલા આપી હતી.

    અમે તો સંતોષની મળવાની આશા છોડી દીધી હતી


    સંતોષના મોટાભાઇ ચિંતામણી ઉડકે અે કહ્યું કે અમે તો અેમ જ માનતા હતા કે સંતોષ 2001માં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામ્યો છે. અમે તેની મળવાની આશા છોડી દીધી હતી. પણ કચ્છથી ભરતભાઇનો ફોન આવ્યો ત્યારે અમારા આનંદનો કોઇ પાર રહ્યો નહોતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending