તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં સતત બીજા દિવસે મેઘમહેર જારી રહેતાં હરખ છવાયો |In Kutch, Continuous Hunger Strike Continued For The Next Day

કચ્છમાં સતત બીજા દિવસે મેઘમહેર જારી રહેતાં હરખ છવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભૂજ : ગુરૂવારથી કચ્છમાં ચોમાસાની વિધીવત દસ્તક થઇ હોય તેમ ગુરૂવારે 7 તાલુકામાં વરસાદની હાજરી પુરાયા બાદ શુક્રવારે પણ છુટીછવાઇ મેઘમહેર જારી રહી હતી. હવામાન વિભાગે હજુ 3 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ વરસવાનો વર્તારો જારી કર્યો છે. શુક્રવારે સૌથી વધુ મેઘકૃપા ભુજની પાવરપટી અને નખત્રાણા વિસ્તારમાં વરસી હતી.નિરોણા અને પાલનપુરમાં દોઢ ઇ઼ચ જયારે કોટડા (જ)માં એક ઇ઼ચ જેટલો વરસાદ વરસી પડયો હતો.

 

આ વરસાદ વાવણી લાયક હોવાનો સુર ખેડુતોએ વ્યત કર્યો હતો

 

 

નિરોણા અને પાલનપુરમાં સખત ગરમી બાદ બપોરે સાડા ત્રણ વાગ્યે વાતાવરણ પલ્ટાયું હતુ઼. 3.30થી સવા ચાર એટલેકે પોણો કલાક સુધી બન્ને ગામોમાં વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે એકધારો ધોધમાર વરસાદ  વરસતાં જોતજોતામાં તો દોઢ ઇંચ પાણી પડી ગયાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું. આ વરસાદના પગલે ગામની ગલીઓમાં જોશભેર પાણી વહી નિકળ્યા હતા. તો ખેતરોના કાચા બંધ પાળા તુટી પડવા સાથે ખેતરોમાં પુષ્કળ પાણી ભરાઇ ગયા હતા. આ વરસાદ વાવણી લાયક હોવાનો સુર ખેડુતોએ વ્યત કર્યો હતો.

 

વધુ માહીતી માટે આગળ ક્લિક કરો..

 

અન્ય સમાચારો પણ છે...