તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાશિ પ્રમાણે ભાઈને વિવિધ કલરની રાખડી બાંધવાનું મહાત્મ્ય છે વિશેષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભૂજ: શ્રાવણ સુદ પૂનમને તારીખ 26ને રવિવારે રક્ષાબંધન છે. આ શુભ અવસરે ભાઈને કાંડે બાંધવામાં આવતી રાખડીનું પણ ખૂબ મહત્વ હોય છે. સામાન્ય રીતે બહેનને જે રાખડીનો કલર ગમે તે શુભ હોય છે, પરંતુ સાથે ભાઈની રાશિ પ્રમાણે વિવિધ કલરની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. પૂનમ શનિવારે બપોરે 3.17થી શરૂ થશે જે રવિવારે સાંજે 5.27 સુધી છે. આમ વ્રતની પૂનમ તારીખ 25 ઓગસ્ટના દિવસે તથા રવિવારે ઉદયાત પૂનમ છે. 


બ્રાહ્મણોને જનોઈ બાંધવાનો માટે આ દિવસ શુભ
આપણા પંચાંગના નિયમ પ્રમાણે ઉદયાત તિથિનું મહત્ત્વ આખો દિવસ ગણાય તેથી અને આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ અને ગ્રહણનો દોષ પણ નથી તેથી રાખડી બાંધવા માટે આખો દિવસ શુભ હોવાનું શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે. આ ઉપરાંત બ્રાહ્મણોને જનોઈ બદલવા માટે પણ આ દિવસ શુભ છે. ધર્મસિંધુ ગ્રંથના આધારે રાખડી અપરાહ્ન કાળ અથવા પ્રદોષકાળમાં બાંધવી શુભ છે.


કઈ રાશિના જાતકને કેવા કલરની રાખડી બાંધવી

મેષ: પીળા તથા લાલ રંગની રાખડી

વૃષભ: સફેદ રંગની રાખડી
મિથુન: લીલા રંગની રાખડી
કર્ક: પીળા અથવા સફેદ રંગની રાખડી
સિંહ: લાલ તથા ગુલાબી રંગની રાખડી
કન્યા: લીલી તથા બ્લૂ રંગની રાખડી
તુલા: લીલી, બ્લૂ, તથા સફેદ રંગની રાખડી
વૃશ્ચિક: લાલ અથવા પીળા રંગની રાખડી
ધન: કેસરી, પીળા કે સફેદ રંગની રાખડી
મકર: બ્લૂ તથા લીલા કલરની રાખડી
કુંભ: બ્લૂ તથા લીલા કલરની રાખડી
મીન: કેસરી, પીળી તથા ગુલાબી રંગની રાખડી


રક્ષાબંધને શ્રાવણી અને નાળિયેરી પૂર્ણિમા પર્વ
રક્ષાબંધનના દિવસે જ નાળિયેરી પૂર્ણિમા ગણાય છે. રક્ષાબંધન, શ્રાવણી એટલે કે જનોઈ બદલવાનો તહેવાર અને નાળિયેરી પૂર્ણિમા. નાળિયેરી પૂર્ણિમાના દિવસે માછીમારો અને સમુદ્ર સાથે સંકળાયેલા વ્યાપારીઓ દરિયાનું પૂજન કરે છે, અને આ દિવસથી જ દરિયો ખેડે છે.