• Home
  • Kutchh
  • Bhuj
  • hysis captured first day image of lakhpat kutch that released isro

સેટેલાઈટ Image / સેટેલાઈટ ઈમેજ/ ISROના HYSISની પ્રથમ તસવીર, કચ્છના લખપતનો કિલ્લો કંડાર્યો

DivyaBhaskar.com

Dec 04, 2018, 06:01 PM IST
લખપત કિલ્લાને હાઈસિસે કેપ્ચર કર્યો હતો
લખપત કિલ્લાને હાઈસિસે કેપ્ચર કર્યો હતો

* PSLVથી છોડાયેલા હાઈસિસ 8 દેશોના 30 અન્ય સેટેલાઈટ (1 માઈક્રો અને 29 નેનો) હતા 
* વાયુમંડળમાં થતાં ફેરફારની જાણ મેળવવાની સાથે મેગ્નેટિક ફિલ્ડનું પણ અધ્યયન કરશે
* ઇસરોના નવા સેટેલાઇટે સર્વ પ્રથમ તસવીર ગુજરાતની

* PSLVથી છોડાયેલા હાઈસિસ સાથે 8 દેશોના 30 અન્ય સેટેલાઈટ (1 માઈક્રો અને 29 નેનો) હતા
* વાયુમંડળમાં થતાં ફેરફારની જાણ મેળવવાની સાથે મેગ્નેટિક ફિલ્ડનું પણ અધ્યયન કરશે
* ઇસરોના નવા સેટેલાઇટે સર્વ પ્રથમ તસવીર ગુજરાતની ભારત-પાક બોર્ડર પાસેના લખપતની લીધી

લખપત- કચ્છ: ઇસરો દ્વારા ગત 29મી નવેમ્બરે અંતરિક્ષમાં છોડાયેલા હાઇપરસ્પેકટ્રલ ઇમેજીંગ સેટેલાઇટે (હાઇસિસે) રવિવારે સૌપ્રથમ તસવીર ઝડપીને મોકલી હતી. આ તસવીરમાં લખપતનો વિસ્તાર સ્પષ્ટપણે દેખાતો હતો. ઇસરોએ પણ જાહેર કર્યું હતું કે એનઆરએસસી હૈદરાબાદ ખાતે ઝિલાયેલી આ તસવીર લખપત વિસ્તારની છે અને તેમાં લખપતનો કિલ્લો પણ દર્શાવાયેલો છે. ઇસરોના જણાવ્યાનુસાર હાઇસિસ દ્વારા મળતી તસવીરો ખેતી, સર્વેલન્સ તથા પર્યાવરણલક્ષી દેખરેખ માટે ઉપયોગમાં લેવાઇ શકે છે.

લખપતના કિલ્લાને રજવાડાના સેનાપતિએ બંધાવ્યો હતો​

- લખપતનો કિલ્લો કચ્છ જિલ્લાના લખપતમાં આવેલો છે
- તેને જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. 1801માં બંધાવ્યો હતો
- તે લખપત રજવાડાના સેનાપતિ હતો
- તે કચ્છ ક્રોમબેલ તરીકે જાણીતો હતો
- લખપત તે સમયે ધમધમતું બંદર હતું
- કિલ્લો ભૂતકાળ અને ઈતિહાસની સાક્ષી પૂરે છે
- 1819 અને 2001ના વિનાશક ભૂકંપ છતાં કિલ્લો અડીખમ
- કિલ્લાના નિર્માણકર્તાને કવિ કેશવરામે ફતેહ સાગર લખી સન્માન્યા


હાઈસિસને 230 ટન વજનના રોકેટથી છોડાયો હતો


- 44.4 મીટર લાંબા અને 230 ટન વજનના PSLV રોકેટથી હાઈસિસને છોડવામાં આવ્યો હતો
- હાઈસિસ સેટેલાઈટનું વજન 380 કિલો
- ISRO મુજબ રોકેટ લોન્ચિંગના 112 મિનિટ (એક કલાક 52 મિનિટ) પછી મિશન પૂરું થયું હતું
- મિશન અંતર્ગત રવિવારે લખપત વિસ્તારની પહેલી તસવીર ઝડપી હતી

X
લખપત કિલ્લાને હાઈસિસે કેપ્ચર કર્યો હતોલખપત કિલ્લાને હાઈસિસે કેપ્ચર કર્યો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી