તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ યુનિના છબરડાના લીધે સુમરાસરના છાત્રને 6 વર્ષ પછી મળ્યો ગોલ્ડમેડલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: કચ્છ યુનિના એક ગંભીર ગણી શકાય તેવા છબરડાના કારણે ભુજના સુમરાસર ગામના એક છાત્રને પોતાના હકકનો ગોલ્ડમેડલ 6 વર્ષ પછી પણ મળ્યો છે. 2012ની સાલમાં સુમરાસરના દિલીપ ધોરિયાએ ગુજરાતી વિષયમાં માસ્ટર ઓફફ આર્ટસની ડિગ્રી મેળવી હતી. તત્સમયે યુનિની અેક અક્ષમય ગણી શકાય તેવી બેદરકારીના કારણે આ સૂર્વણચન્દ્રક ખુશ્બુ ઠકકર નામની એક છાત્રાને આપી દેવાયા બાદ દિલીપ  ધોરિયાએ આદરેલી લડતને સફળતા મળી છે.

 

 

પદવીદાન સમારોહ પૂર્વે જ યુનિએ જાહેરનામું બહાર પાડી નવો આદેશ જારી કર્યો

 

 

કોઇપણ સેમસ્ટરમાં_ નાપાસ થયા હોય કે પછી એટીકેટી આવી હોય તો તેઓ ગોલ્ડમેડલ મેળવવાના હકકદાર રહેતા નથી. એવા પેટાનિયમના આધારે દિલીપ ધોરિયાએ કચ્છ યુનિના વાઇસ ચાન્સેલર ઉપરાંત ઇન્ચાર્જ રજીસ્ટ્રારનું આ બાબતે ધ્યાન દોરતાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તેજલ શેઠે પદવીદાન સમારોહના 2 દિવસ પૂર્વે એક જાહેરનામું બહાર પાડી ખુશ્બુ ઠકકરને અપાયેલ ગોલ્ડ મેડલ તેમ એમ.એ ગુજરાતીમાં અપાયેલ પ્રથમ ક્રમાંકનો અાદેશ રદ કરી આ ગોલ્ડ મેડલ દિલીપ ધોરિયાને આપવાનો ઠરાવ કરવામાં 

આવ્યો હતો.

 

 યુનિએ ભુલતો સુધારી પણ મોડે મોડે


ગોલ્ડ મેડાલિસ્ટને મેરીટમાં એકસ્ટ્રા 10 પોઇન્ટ મળતા હોય છે. જે તેની કારકીર્દી માટે મહત્વના સાબિત થતા હોય છે. યુનિ એ પોતાના છબરડાની ભુલ તો સુધારી લીધી પણ તેમાં ઘણું મોડુંજ થયાનું જણાવતા ધોરીયાએ કહ્યું કે જો 2012માં ગોલ્ડમેડલ મળી ગયો હતો તો આજે તે સરકારી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતો હોત.

અન્ય સમાચારો પણ છે...