તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરેલાની મદદે ગાંધીધામથી 4 કન્ટેનર રવાના, શહેરીવાસીઓએ બહોળા હાથે આપ્યું યોગદાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ: ભુકંપના ગોઝારા સમયે સમગ્ર દેશમાંથી સેવા સામગ્રીઓનો ધોધ વહ્યો હતો ત્યારે જ્યારે પણ ભારતના કોઇ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આફતો આવી ચડે ત્યારે ગાંધીધામ સંકુલ, કચ્છમાંથી પણ દાનનો ધોધ વહિ પડૅ છે. દેશએ કરેલી મદદનું ઋણ ચુકવતા હોય તેમ તાજેતરમાં જ્યારે કેરળમાં પુરના કારણે 300 વધુ લોકો મોતને પામ્યા છે, અને હજારો બેઘર થયા છે ત્યારે ગાંધીધામ, કચ્છમાં વસતા કેરળ સમાજના લોકો દ્વારા ગાંધીધામમાં આવેલી કેરળી સ્કુલ ખાતે રાહત સામગ્રી એકત્ર કરવાની અપીલ કરાઈ છે. જેમાં લોકોએ બહોળા હાથે યોગદાન આપ્યુ હતુ. 

 

પાટીદાર દંપતીની સંઘર્ષગાથા- પતિ 6 વર્ષની ઉમરથી પોલિયોગ્રસ્ત, પત્નીને ભારે વીજશોકથી બંને હાથ કાંડાંથી ગૂમાવવા પડ્યા


ચોખા, ખાંડ, મચ્છરદાની થી લઈ 15 હજાર પાણીની બોટલો, ચાદર સહિતની સામગ્રી સામેલ 

કોચીન મોકલવામાં આવેલા ત્રણ કન્ટૅનરોમાં ચેમ્બર, લાયન્સ ક્લબ, ઈન્ટુક યુનીયન તેમજ શહેરીજનોની મદદથી એકત્ર કરાયેલા ફુડ પેકેટ્સ, દવાઓ, કપડાઓ, સેનેટરી નેપકીન્સ મોકલાયા હતા. આ માટૅ કન્ટેનરની સુવિધા ટ્રાન્સવર્લ્ડ  શીપીંગ, ગ્લોબલ શીપીંગ, શ્રીજી શીપીંગ, જે.એમ. બક્સી દ્વારા નિઃશુલ્ક આપવામાં આવી હતી. જે માટે સમાજ વતી મધુ મેનને આભાર વ્યક્ત કર્યો હતો. તો કંડલા ઈંટરનેશનલ કન્ટૅનર ટર્મીનલના એમડી અમરદીપભાઈ પરમારે જણાવ્યુ હતુ કે કેઆઈસીટી દ્વારા કેરાલાના લોકોની મદદ માટે એક કન્ટૅનર મોકલાયુ હતુ. જેમાં 15 હજાર પાણીની બોટલ, ચોખા, ખાંડ, ફુડપેકેટ્સ, ચાદર સહિતની સામગ્રીઓ ભરેલુ કન્ટૅનર પણ મોકલાયુ હતુ.