• Home
  • Kutchh
  • Bhuj
  • firing between police and atm theft accused in varsomali village of anjar

ગોળીબાર / આદિપુરમાં લુંટારા-પોલીસનું સામસામે ફાયરિંગ, હરિયાણાના બે કુખ્યાત શખ્સ ઝબ્બે

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 11:40 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • ફાયરિંગ કરીને થયેલી 34 લાખની ATMના આરોપીને પકડવા પોલીસ પહોંચી હતી
  • અંજારમાં ફાયર કરીને ભાગ્યા બાદ પોલીસને 5 કીમી દોડાવી, બાવળોમાં એક અલોપ

ગાંધીધામ/અંજાર: આદિપુરમાં ત્રણ મહિના અગાઉ એટીએમ બહાર ત્રણ શખ્સે કેશવાનમાં બેઠેલા બે કર્મચારીઓ પર ફાયરિંગ કરીને 34 લાખની ચકચારી લુંટ ચલાવી હતી,તે આરોપીઓને અંજારના શાંતીધામમાં બાતમીના આધારે પકડવા પહોંચેલી પોલીસ પર તેમણે ફાયરિંગ કર્યુ હતુ, પોલીસે પણ જવાબમાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા. ઘટનામાં કોઇને ઈજા પહોંચ્યાનું જાણવા મળતુ નથી, બે પકડાયા હતા, જ્યારે કે એક નાસી છુટ્યો હતો.

મકાનને 30 પોલીસ અધિકારી અને કર્મીઓની ટીમે કોર્ડન કર્યું
1.

અંજાર તાલુકાના વરસામેડી ગામ નજીક આવેલી શાંતીધામ સોસાયટીના મકાન નં. 450માં આદિપુરમાં એક્સિસ બેંકની લુંટના આરોપીઓ હોવાની બાતમીના આધારે રવિવારના સવારે પુર્વ કચ્છ પોલીસની એલસીબી, એસઓજી સહિતના 30 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટુકડીએ સ્થળ પર પહોંચીને ઈનપુટ અનુસારના ઘરને ચાર તરફથી કોર્ડન કરી લીધું હતું. 

2.આગળથી દરવાજો બંધ હતો ત્યારે પાછળના દરવાજે જવા માટે જ્યારે દરવાજો ખટકાવીને ખોલાયો ત્યારે અંદર રહેલા આરોપીઓએ સામે ફાયરિંગ કર્યુ હતું. ધડાકાથી પોલીસ તૈયાર થાય એટલા જ સમયમાં અંદરથી ત્રણ આરોપીઓ નિકળીને બાવળો તરફ ભાગવા લાગ્યા હતા, અને સ્થિતિ પામી જઈ પોલીસે તેમનો પીછો શરૂ કર્યો હતો. 
3.બાવળો અને પથ્થરોને ટપાવતા આરોપીમાંથી એક શખસે ત્યારે પાછળ આવતી પોલીસને રોકવા ફિલ્મી ઢબે પાછળ વળીને સીધુ પોલીસ પર ફાયર કર્યુ ત્યારે સદભાગ્યે બુલૅટ કોઇને ન વાગી પરંતુ જવાબી કાર્યવાહિમાં એસઓજી પીઆઈ જે.પી. જાડેજાએ જવાબી કાર્યવાહિમાં પોતાની લાયસન્સ રિવોલ્વરથી બે ફાયર સામે કરી હતી. 
4.પાંચકે કિલોમીટર જેટલી દોડાદોડ ચાલ્યા બાદ તેમાંથી બે શખ્સો ધર્મેંદ્ર જાટ અને રાહુલ વીજ કે જે બંન્ને  હરીયાણાના રહેવાસી છે અને હિસ્ટ્રીશીટર હોવાનું પ્રાથમિક સુત્રોમાંથી જાણવા મળે છે, તેમને પકડી પાડ્યા હતા. 
5.ત્રીજો શખ્સ બાવળોમાં અલોપ થઈ ગયો હતો.  ત્યારબાદ પોલીસે ત્રીસેક કિલોમીટર વિસ્તાર ફંફોસ્યો છતાં તે મળ્યો નહતો. પકડાયેલા આરોપીઓ પાસેથી બે તમંચા મળ્યા હતા. પુર્વ કચ્છ પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ દ્વારા સમગ્ર પ્રકરણ અને મોડસ ઓપરેન્ડી પરથી આજે સત્તાવાર રીતે પરદો ઉંચકી પરીષદમાં માહિતી આપશે. 

ગાયબ શખ્સને શોધવા કવાયત

30 કિમી ફેંદી વળ્યા, ડ્રોન ઉડાડ્યું પણ ધરાર ન મળ્યો
1.પોલીસે થાપ આપી નાસેલા ત્રીજા શખ્સનો બાવળોની ઝાડી સુધી પીછો કર્યો હતો. પરંતુ અલોપ થતાં પોલીસે ત્રીસેક કિમી વિસ્તામાં શોધખોળ કરી હતી. અત્તોપત્તો ન લાગતા ડ્રોન ઉડાડીને આસપાસના વિસ્તારોનું વિહંગાલોકન કર્યું હતું. પરંતુ પોલીસ શોધતી હતી ત્યાંથી નિકળી ગયો કે કોઇ બાવળ નીચે સંતાઈ ગયો હોવાથી પકડમાં આવ્યો ન હતો.
અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
2.રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યેના અરસામાં આરોપીઓ 1. ધર્મેન્દ્ર ચાંદરામ જાટ, ઉ.વ. 21, 2. રાહુલ મુલકરાજ વીજ ઉ. 20 તથા ભાગી જનાર 3. રવિન્દ્ર દયાનંદ જાટ રહે તમામ મૂળ હરિયાણા, હાલે મકાન નં 415, હરિઓમ સોસાયટી, શાંતિધામને પકડવા ગઈ હતી. જતાં સમગ્ર બનાવ બન્યો હતો. પોલીસે ધર્મેન્દ્ર તથા રાહુલને 1 દેશી તમંચો, 1 રિવોલ્વર તથા 4 જીવતાં કારતૂસ કિંમત રૂ 45200 સાથે પકડી પાડ્યા હતા.  રવિન્દ્ર જાટ ભાગી જતાંઅંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

a

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App