• Home
  • Kutchh
  • Bhuj
  • Dr Kuriens contribution in White Revolution bike riders journey north india to gujarat

MILK MAN ડો.કુરિયનને સમર્પિત 1450 KMની બાઇક રેલી, 15ની ટીમમાં બે મહિલા બાઈકર્સ

DivyaBHaskar.com

Nov 23, 2018, 12:36 PM IST
અમૂલની જમ્મુથી આણંદ સુધીની બાઈક રેલી
અમૂલની જમ્મુથી આણંદ સુધીની બાઈક રેલી
26 નવેમ્બરે ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનના 97માં જન્મદિવસ
26 નવેમ્બરે ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનના 97માં જન્મદિવસ
બાઈક રેલીમાં 2 મહિલા સહિત 15 બાઈકર્સ
બાઈક રેલીમાં 2 મહિલા સહિત 15 બાઈકર્સ

* મિલ્ક ડેની ઉજવણી નિમિત્તે સરહદ ડેરી લાખોંદથી આણંદ સુધી બાઇક રેલી, કચ્છનું દૂધ દુબઇ પહોંચાડવાનું સ્વપ્ન
* બાઈકર્સ ગ્રૂપે ડો.કુરિયનના જીવનનો સંદેશો બાઈક રેલી મારફતે ફેલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો
* લાખોંદથી આણંદ સુધી અમૂલ દ્વારા 1450 કિલોમીટરની બાઈક રેલીનું પ્રસ્થાન કરાયું
* અમૂલ ડેરી અને તેની સિદ્ધિઓ વર્ણવીને દેશમાં તેનું યોગદાન મહાત્મય વર્ણવાયું


ભુજ: ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનના 97માં જન્મદિવસ નિમિતે જયારે દેશભરમાં 26 નવેમ્બરના રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવાશે, ત્યારે ભુજ તાલુકાના લાખોંદથી આણંદ સુધી અમૂલ દ્વારા 1450 કિલોમીટરની બાઈક રેલીનું પ્રસ્થાન કરાયું હતું. મિલ્ક ડે પ્રસંગે લાખોંદ સરહદ ડેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં શરૂઆતમાં બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્ર્મથી સૌનું સ્વાગત કર્યું હતું.


સરહદ ડેરીના સ્થાપકે ડેરીની ક્ષમતા વર્ણવી


સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજી હુંબલએ આ પ્રસંગે ઉદ્દબોધનમાં કહ્યું કે, "વર્ષ 2010માં સ્થાપના સમયે કચ્છભરમાંથી માત્ર 1500 લીટર દૂધ એકત્રિત થતું, આજે પાંચ લાખ લીટર દૂધ એકત્રિત થઇ રહ્યું છે અને દૈનિક બે કરોડથી વધુનું ચુકવણું કચ્છ કરી રહ્યું છે, તે આનંદની વાત છે. કચ્છનો પ્લાન્ટ આજે બે લાખ લીટરની કેપેસીટી ધરાવે છે" તે સહર્ષ વ્યક્ત કર્યું હતું.


બાળાઓને શૈક્ષણિક કીટ આપી, બાઈકર્સને લીલી ઝંડી અપાઈ


ગાંધીનગર અમૂલ ડેરીના અનિલ બાયાતીએ અમૂલ ડેરી અને તેની સિદ્ધિઓ વર્ણવીને દેશમાં તેનું યોગદાન ગણાવ્યું હતું. ત્યારબાદ સરહદ ડેરી દ્વારા બાળાઓને શૈક્ષણિક કીટની ભેટ આપી હતી. કાર્યક્રમના અંતમાં 15 બાઇકર્સના ગ્રૂપને વલમજી હુંબલ,અનિલ બાયાતિ,અનિલ ગઢવી,હમીર ચાવડા,હરિ હીરા જાટિયા અને ધનજી ચાવડા સહિતના અગ્રણીઓએ સ્ટાર્ટ આપ્યો હતો.


બાઈકર્સ ગ્રૂપ 26 નવેમ્બરે આણંદ પહોંચશે


બાઈકર્સ ગ્રૂપના લીડર રાકેશ દાસએ ડો.કુરિયનના જીવનનો સંદેશો બાઈક રેલી મારફતે ફેલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો, બાઇકર્સમાં બે મહિલા બાઈકર્સ પણ જોડાઈ હતી. 15 બાઇકર્સનું ગ્રૂપ 1450 કિલોમીટરનો પ્રવાસ કાપી 26 નવેમ્બરે આણંદ પહોંચશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ પ્લાન્ટ મેનેજર નિલેશ જાલમકરએ કરી હતી.

X
અમૂલની જમ્મુથી આણંદ સુધીની બાઈક રેલીઅમૂલની જમ્મુથી આણંદ સુધીની બાઈક રેલી
26 નવેમ્બરે ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનના 97માં જન્મદિવસ26 નવેમ્બરે ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનના 97માં જન્મદિવસ
બાઈક રેલીમાં 2 મહિલા સહિત 15 બાઈકર્સબાઈક રેલીમાં 2 મહિલા સહિત 15 બાઈકર્સ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી