રસ્ટી સ્પોટેડ કેટ: વિશ્વની સૌથી નાની બિલાડીનું કચ્છમાં મોત, જાણો વિશેષતા

આ બિલાડી ભારતમાં ગુજરાત, કાશ્મીર બાદ માત્ર દક્ષિણ ભારતમાં જોવા મળે છે

DivyaBhaskar.com

Dec 06, 2018, 04:33 PM IST
Dead Body Caught Of Rusty Spotted Cat Near Kucth Forest Area
X
Dead Body Caught Of Rusty Spotted Cat Near Kucth Forest Area

* ગુજરાતીમાં રસ્ટી કેટ બિલાડીને કાટવર્ણી ટપકાવાળી બિલાડીના નામથી ઓળખાય છે 


* વર્ષ 2014માં મૃત હાલતમાં મળેલી બિલાડીનું વજન 1 કિલોથી પણ ઓછું હતું


* રસ્ટી સ્પોટેડ કેટ ગીરના જંગલોમાં, પંચમહાલમાં જાંબુઘોડા, રતનમહાલ બાદ કચ્છમાં જોવા મળે છે

 

કચ્છ: વિશ્વની સૌથી નાની બિલાડીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કાટવર્ણી ટપકાવાળી બિલાડી નામના ગુજરાતી નામથી ઓળખાતી આ બિલાડી કચ્છમાં ચોથી વખત દેખાઈ હતી પણ મૃત. વર્ષ 2013માં આ બિલાડી કચ્છમાં પ્રથમ વખત દેખાઈ હતી.  


રસ્ટી સ્પોટેડ કેટની વિશેષતા


* ડુંગરાળ અને કાંટાળા વિસ્તારમાં જોવા મળતી આ બિલાડી ઉંદર ખાય છે
* રસ્ટી સ્પોટેડ કેટનું વજન એક કિલો જેટલું હોય છે
* આંખ નજીકના ચટ્ટાપટ્ટા અને પુંછડીથી તે બીજાથી અલગ પડે છે
* દેશી બિલાડી કરતા આ બિલાડીની લંબાઈ અડધો અડધ- 65 સેમી હોય છે
* પ્રજનનનો સમય: ઉનાળો
* ગર્ભકાળ: બે મહિના, અને બેથી ત્રણ બાળકોને જન્મ આપે છે
* ખોરાક: સાપ, ઉંદર, જીવડા


કચ્છના સસ્તનવર્ગના પ્રાણીઓનું DNA ટેસ્ટ થવું જોઈએ 


વન્યજીવ સંશોધનકર્તા J.K. તિવારીએ જણાવ્યું હતું કે, કચ્છમાં રસ્ટી સ્પોટેડ કેટનું કચ્છનું અસ્તિત્વ હોવુંએ ખરેખર અદભૂત બાબત છે. કચ્છના સસ્તનધારી પ્રાણીઓના DNA ટેસ્ટ થાય તો અન્ય પ્રાણીઓની સરખામણીમાં તે કેટલા જુદા છે તેનો ખ્યાલ આવે, કદાચ નવી પ્રજાતિ પણ મળી શકે છે. તિવારીએ આ અગાઉ રસ્ટી સ્પોટેડ કેટ વર્ષ 2016માં મૃત માદા અને વર્ષ 2017 જીવતી જોઈ હતી. 


કચ્છમાં 4 પ્રકારની બિલાડી જોવા મળે છે 


કચ્છમાં ઘરેલુ બિલાડી, જંગલી બિલાડી, રણ બિલાડી અને અંતમાં કાટવર્ણી ટપકાવાળી બિલાડી જોવા મળે છે. બિલાડીના કુળની વાત કરીયે તો કેરેકલ એટલે હેણોત્રો અને દીપડો પણ અહીં વસવાટ કરે છે, પણ જોવા દુર્લભ છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી