કંડલા-સામખીયાળી ક્રીક વચ્ચે 15 કિલોમીટરમાં ચેરિયાનો સોથ: જંગલની જગ્યાએ સર્જાયું જાણે રણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હડકિયા ક્રીક: કંડલા અને સામખિયાળી વચ્ચે આવેલી હડકીયા ક્રીકના નાનીબેટીના 15 કિલોમીટર વિસ્તારમાં ચેરિયાનો સોથ વળી નખાયો છે.કંડલા પોર્ટની લીઝ પર આપેલી આ જમીનમાં ગેરકાયદે થઇ રહેલા ચેરિયાના નિકંદનથી કચ્છમાં થતા અને દેશભરમાં વિલુપ્તીના આરે ઉભેલા ખારોઈ ઊંટની પ્રજાતિ પર નિર્ભર જત અને રબારી સમુદાયના અસ્તિત્વ સાથે 3000 ઊંટોના જીવન પર જોખમ સર્જાયું છે.


હડકીયા ક્રીક વિસ્તારમાં મહિના પહેલા જ્યાં દરિયાકાંઠે ચેરિયાનું લીલું જંગલ હતું,ત્યાં હાલ નિકંદિત વિસ્તારમાં જાણે કચ્છનું નાનું રણ સર્જાઈ ગયું છે.ચેરિયાના નાશથી ન માત્ર પશુપાલન પણ સાથોસાથ પૂર્વ કચ્છને ભૌગોલિક રક્ષણ સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ઉભા થયા છે. જો વર્ષ 1998-99 માફક વાવાઝોડું કે દરિયાકાંઠે સુનામી ત્રાટકે તો ચેરિયા જ નહિ રહે તો પૂર્વ કચ્છમાં મોટી તબાહી સર્જાઈ શકે છે. શનિવારે અહીં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્થળે જઈ દેખાવો અને સૂત્રોચ્ચાર કરાયા હતા. જો કે આ વાત ધ્યાને આવતા મીઠા ઉદ્યોગો દ્વારા અહીં કામ બંધ કરી નાખ્યું હતું.

 

વધુમાં અહીં જતા રસ્તે પણ કીચડનો ઢગલો કરી મૂકી દેવાયો હતો,જેથી વિરોધ પ્રદર્શન કરવા તેઓ પ્રવેશી શકે નહિ. જો કે ઊંટ ઉછેરકો અને પર્યાવરણપ્રેમીઓ હાથેથી માટી ઉપાડી રસ્તો ખુલ્લો કર્યો હતો અને અંતે સ્થળે પહોંચ્યા હતા. મીઠાના ઉદ્યોગપતિઓ દ્વારા તમામ જગ્યાએ પાળ બાંધી દેવાઈ છે,જેથી દરિયાનું આવતું પાણી ક્રીકમાં આવતું નથી અને જે ઉગતા દસ વર્ષ લાગે છે તે ચેરિયા સુકાઈ ગયા છે. આ ચેરિયાઓને હિટાચી,લોડર અને ટ્રેકટર વડે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.વિસ્તારની દ્રષ્ટિએ સહજીવનના જીપીએસ ડેટા મુજબ 15 કિલોમીટરમાં 1000 એકરમાં સોથ વળી ચુક્યો છે. બાકીના સ્થળે ચેરિયાઓ સુકાઈ ગયા છે.વૈકલાપિક સ્ત્રોતમાં માલધારી સમુદાયોને ચેરિયા માટે નારાયણ સરોવર,લખપત કે મુન્દ્રા વિસ્તારમાં હિજરત કરવી પડે તેવી શક્યતાઓ સર્જાઈ છે.

 
કંડલા પોર્ટ ટ્રસ્ટ માહિતી નથી આપતું,નેશનલ ગ્રીન ટ્રિબ્યુનમાં જશું: સહજીવન


આ જમીન કંડલા પોર્ટની છે,ચેરિયાનું નિકંદન કોણ રહ્યું છે તેની માહિતી ટ્રસ્ટ અમને નથી આપી રહ્યું. અમે એસ્ટેટ ઓફિસર સાથે બેઠક કરી હતી.ચેરિયા દુર્લભ પ્રજાતિ છે. પર્યાવરણ મંત્રાલય દિલ્હી પરવાનગી ન આપે તો ચેરિયા ન કાપી શકાય.ભૂ-માફિયાઓએ ચેરિયા કાપ્યા સાથોસાથ ક્રીક પર પાડ બાંધી દરિયાઈ પાણીની આવ બંધ કરી નાખી છે,જેથી ધીરે ધીરે સુકાઈ જતા ચેરિયા નાશ પામશે. આ અંગે વહીવટી તંત્ર કાંઈજ કાર્યવાહી નહીં કરે તો અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુન જતા અચકાશું નહિ. - સંદિપ વિરમાની,  બોર્ડ મેમ્બર- સહજીવન


અમારી રોજીરોટી છીનવાઈ જશે: પશુપાલક


પેઢી દર પેઢી અમે ચેરિયાઓ પર નિર્ભર છીએ,જે ખારોઈ ઊંટનો ખોરાક છે. આજ રીતે અહીં ચેરિયા નહિ બચે તો અમારી રોજીરોટી છીનવાઈ જશે.  - ખતુબેન જત, વૉન્ધ, પશુપાલક

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, ચેરીયા કાપવાની મંજૂરી નથી, પગલાં લેવાશે....

અન્ય સમાચારો પણ છે...