તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ રેલવે સ્ટેશનને કલાત્મક મડ પેઇન્ટીંગથી સુશોભિત કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: મોડેલ સ્ટેશનની કેટેગરીમાં આવતા ભુજ રેલવે સ્ટેશનને 20 જેટલા કલાત્મક મડ પેઇન્ટીંગથી સુશોભીત કરાતાં ભુજ સ્ટેશનની શોભા નીખરી ઉઠી છે. અમદાવાદ રેલવે મંડળ હેઠળ આવતા ભુજ રેલવે સ્ટેશને સ્ટેશન બ્યુટીફીકેશન પ્રોજેકટ અંતર્ગત રેલવે મંત્રાલયે અદાણી પોર્ટ અને સેઝના સહયોગથી મડવર્કથી મઢાયેલા આ પેઇન્ટીંગ સ્ટેશને લગાવાયા હોવાનું એરીયા રેલવે મેનેજરે માહિતી આપતાં જણાવ્યું હતુ.


ભુજ રેલવે સ્ટેશને લગાવાયેલા મડવર્ક પેઇન્ટીંગમાં કચ્છની કલા સંસ્કૃતિ, સ્થાનિક જિવનશૈલી અને રહેણીકરણી, વ્યાપાર વાણિજય ઉપરાંત પ્રવાસન ક્ષેત્રને સાંકળી લેવાયું છે. આ પેઇન્ટીંગ લગાવવા પાછળનો મુખ્ય ઉદેશ કચ્છ આવતા લોકો આ જિલ્લાની સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રથી વાકેફ થાય તે હોવાનું રેલવેના સતાવાર સુત્રોએ વિગત આપતાં ઉમેર્યું હતુ઼ં. ભુજના રેલવે સ્ટેશનનું સુશોભન કરાતાં અહી આવતા પ્રવાસીઓ માટે પણ આ કલાત્મક પેઇન્ટીંગ નઝરાણા સમાન બન્યાનુ઼ નજરે ચડી રહ્યું છે.

 

સ્થાનિક કલાકારોની કલાને વેગ મળશે


ભુજ રેલવે સ્ટેશને આ મડ પેઇન્ટીંગ કિશન આર્ટના કરશન જોગુ અને તેમની વડપણ હેઠળના કલાકારો દ્વારા તૈયાર કરાયું છે. આ પ્રોજેકટ થકી મડવર્કની કલા તેમજ આ ક્ષેત્રમાં જોડાયેલા કલાકારોની કલાને પણ વેગ મળશે તેવો આશાવાદ રેલવે પ્રશાસને વ્યકત કર્યો છે.