હત્યા કેસ / ભાનુશાળી હત્યાકેસમાં વિદેશ ભાગેલો છબીલ પટેલ સોશિયલ મીડિયામાં સક્રિય !

Bhanushali Murder accused chabil patel active on social media
X
Bhanushali Murder accused chabil patel active on social media

  • 2 PSI પણ છબીલભાઇ ફેન ક્લબ નામના વોટ્સએપ ગ્રુપમાં હજુ સુધી સક્રિય સભ્ય
  • પોતાના ફેન ક્લબ ગ્રુપમાં છબીલે ભાજપના મહામંત્રી હિરેન ભટ્ટને બર્થ ડે વીશ કરી ! 
  • ભાજપના અનેક નેતા છબીલ સાથે ચેટિંગથી સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ 

DivyaBhaskar.com

Jan 31, 2019, 11:16 AM IST
ભુજ: જયંતી ભાનુશાળી હત્યાકેસનો મુખ્ય આરોપી અને કચ્છ ભાજપમાં પણ મોટુ માથુ મનાતો છબીલ પટેલ વિદેશ ફરાર થઇ ગયો હોવાનું પોલીસે જાહેર કર્યુ છે, પણ સોશિયલ મીડિયામાં તો છબીલ હજુ પણ સક્રિય હોવાની ચોંકાવનારી વિગતો દિવ્ય ભાસ્કરને મળી છે. છબીલભાઇ ફેન ક્લબ નામના વોટ્સએપ ગ્રુપમાં નખત્રાણા તાલુકા યુવા ભાજપના મહામંત્રી હિરેન ભટ્ટને તેણે બુધવારે બર્થ ડે પણ વીશ કરી હતી. એટલુ જ નહી, કચ્છના ચોક્કસ બે-ત્રણ વ્યક્તિઓની સાથે તે આજે પણ ટેલિફોનિક સંપર્કમાં હોવાની પણ વાત ચર્ચાઇ રહી છે. 
1. છબીલે વોટ્સએપ ગ્રુપમાં બર્થ-ડે વીશ કરતી પોસ્ટ મુકી
રાજ્યભરમાં ચકચારી જયંતી ભાનુશાળી હત્યાકેસમાં પોલીસે જેને મુખ્ય આરોપી જાહેર કર્યો છે અને ભાજપે પણ સસ્પેન્ડ કરી દીધો છે. વિદેશ ભાગી છૂટેલો છબીલ પટેલ પોતાના પેટનું પાણી પણ ન હલ્યુ હોય એમ બિન્ધાસ્ત રીતે સોશિયલ મીડિયા પર હજુ સક્રિય છે. છબીલભાઇ ફેન ક્લબ નામના જે વોટ્સએપ ગ્રુપમાં તેણે બુધવારે બર્થ ડે વીશ કરતી પોસ્ટ મુકી હતી, એ જ વોટ્સએપ ગૃપમાં ભાજપના અન્ય રાજકારણી નરેશ મહેશ્વરી પણ સભ્ય છે. એટલુ જ નહી, નખત્રાણામાં રહી ગયેલા એલઆઇબીના એક પીએસઆઇ દિલીપસિંહ પરમાર અને પીએસઆઇ એલ.પી.બોડાણા પણ આ છબીલભાઇ ફેન કલબ ગ્રુપના આજે પણ સભ્ય છે. એક બાજુ અબડાસાનામાજી ધારાસભ્ય જયંતી ભાનુશાળીની કરપીણ હત્યામાં મુખ્ય આરોપી તરીકે માજી ધારાસભ્ય એવા છબીલ પટેલનું નામ ખૂલ્યું છે અને ભાજપે તેને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દીધો છે ત્યારે ભાજપના અનેક નેતાઓ અને છબીલના શુભચિંતકો તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટિંગ કરી રહ્યા છે. પોલીસને હજુ છબીલ વિદેશ ભાગી ગયો હોવાની જ માહિતી મળી છે અને એટલાથી જ એ સંતુષ્ટ હોય એવુ ચિત્ર ઉપસ્યુ છે. 
2. હા, મને છબીલ પટેલે વિશ કર્યું છે
નખત્રાણા તાલુકા યુવા ભાજપના મહામંત્રી હિરેન ભટ્ટનો બુધવારે જન્મદિવસ હતો, છબીલભાઇ ફેનક્લબ વ્હોટસએપ ગ્રુપમાં છબીલ પટેલે મને બર્થડે વિશ કર્યું હોવાની વાતને હિરેન ભટ્ટે સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે છબીલનું નામ બહાર આવ્યા પછી ભાજપે તેને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી