• Gujarati News
  • National
  • ભદ્રેશ મહેતાએ કચ્છમાં પણ અનેક કૌભાંડ આચર્યાનો ધડાકો | Bhadresh Mehta's Gujarat ATS Has Arrested

ભદ્રેશ મહેતાએ કચ્છમાં પણ અનેક કૌભાંડ આચર્યાનો ધડાકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા અને અન્ય બેન્કોના કોન્સોર્ટિયમ પાસેથી 1450 કરોડની લૉન મેળવી ફૂલેકું ફેરવનારાં ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશનના ભદ્રેશ મહેતાની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. ત્યારે બેન્કોનું કરોડોનું ફુલેકું ફેરવનારા ભદ્ેશ મહેતાએ કચ્છમાં પણ બેન્ક લોનના નામે અનેક ગોટાળા અને કૌભાંડ આચર્યાનો ધડાકો થયો છે. ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન ના માધ્યમથી આરોપીએ કચ્છમાં પણ અનેક જમીન પર ખોટી રીતે લોન મેળવી હોવાનું સામે આવ્યું છે. 2008માં ભદ્રેશ મહેતાએ ગાંધીનગરના દહેગામ નજીક આવેલી જમીનના દસ્તાવેજ પર એસબીઆઈ અને અન્ય બેન્કોના કોન્સોર્ટિયમ પાસેથી 1450 કરોડની લૉન મેળવી હતી.

 

અમદાવાદ ATSની કાર્યવાહીએ કચ્છમાં જગાવી હલચલ

 

જો કે, લોન મેળવ્યાં બાદ ભદ્રેશે ટોપી ફેરવી હતી. જેનાં પગલે એસબીઆઈએ ભદ્રેશ મહેતાને ડિફોલ્ટર જાહેર કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, દસ્તાવેજો સાથે ચેડાં કરી ભદ્રેશ મહેતાએ લોન કૌભાંડ આચર્યું હતું. આ કેસની તપાસ રાજ્યની સીઆઈડી ક્રાઈમ કરી રહી હતી. સુત્રોની વાત માનીઅે ભદ્રેશ ટ્ર઼ડીંગ લિમીટેડ નામથી ભુજના રેલડી ગામની 150 જયારે મોટા વરનોરા ગામની 229 એકર મળી 379 એકર જમીન ગીરવે મુકી 1155 કરોડની લોન મેળવી હતી.

 


હકિકતમાં જંત્રીના વર્તમાન ભાવ મુજબ આ જમીનની કિમત 4 કરોડ 73 લાખ જેટલી માંડ થાય છે. આમ છતાં તમામ પ્રકારના નિયમને નેવે મુકી જંત્રીના ભાવથી અનેકગણી વધારે રકમની લોન આપી કૌભાંડ જ આચરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે મુંબઇ સ્થિત આ પેઢીએ કચ્છમાં પણ પોતાનું નેટર્ક મોટાપાયે વિસ્તાર્યું હતુ઼. કચ્છના  2 ગામની જમીન ગીરવે મુકી ભદ્રેશે મુંબઇની દેના ઓવરસીસ બેન્કમાંથી આ મસમોટી રકમની લોન મેળવી હતી.

 

અબડાસા-લખપતની જમીનો પર મેળવ્યું છે મોટું ધિરાણ
ભદ્રેશ મહેતાએ ભુજના 2 ગામ ઉપરાંત અબડાસા અને લખપત તેમજ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી જમીનો ગીરવે મુકી મોટું ધિરાણ મેળવ્યું હોવાનુંય ખુલ્યું છે. 2 ગામની 1155 કરોડ ઉપરાંત બાકીના વિસ્તારમાં આવી રીતે મેળવેલા ધિરાણનો આંક તપાસીઅે તો ખોટી રીતે મેળવાયેલ લોનનો આંક 2 હજાર કરોડને પાર થાય તેમ છે.

 

 

મહેસુલી અને બેન્કીંગ સેકટરની આખાય કાંડમાં ભુંડી ભુમિકા 
ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન લિમીટેડે ઉંચા ભાવે જમીન ખરીદી ઉંચા ભાવે લોન મેળવી છે. ત્યારે આખાય ગોટાળાને જે રીતે અંજામ અપાયો છે તે જોતાં બેન્કી઼ગ સેકટર ઉપરાંત જિલ્લાના મહેસુલી તંત્રની ભુંડી ભુમીકા છતી થતી જોવા મળી રહી છે. આટલી મોટી રકમની લોન એકઝાટકે પાસ થઇ જાય અને સંબંધીત ઇધરા કેન્દ્રમાં જમીનની નોંધ સમયસર પડી જાય વેલ્યુઅરનો રીપોર્ટ આવી જવા સહિતની પ્રક્રીયા એ દર્શાવે છે કે આ બધું બેન્ક અને મહેસુલી તંત્રના મલી ભગતિયા તત્વોની સાંઠગાંઠ વીના શકય જ નથી.

 

તપાસનો રેલો કચ્છ સુધી લંબાઇ શકે
એટીએસે ઝડપેલા આરોપીનો કબ્જો તપાસકર્તા એજન્સી CID ક્રાઇમને સુપ્રત કરવામાં આવશે. ત્યારે ભદ્રેશ મહેતાએ કચ્છમાં પણ મોટાપાયે આચરેલા ગોટાળાને જોતાં તપાસનો રેલો કચ્છ સુધી લંબાવવાની શકયતા નકારાતી નથી.

 

અન્ય સમાચારો પણ છે...