પોલીસ કર્મીઓ પર હુમલો કરનારો 24 કલાક પછી પણ પોલીસ પકડથી દુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: ભુજના દિનદયાળ નગરમાં શુક્રવારે રાત્રે 3 પોલીસ કર્મચારી પર છરીથી હુમલો કરી ભાગી છુટેલા શખસને ઝડપી લેવા બનાવની રાત્રીથી જ પશ્ચિમ કચ્છ પોલીસ એલસીબી, એસઓજી અને બે શહેરના પોલીસ મથકોની ટીમ તેમજ ડી સ્ટાફની ટુકડી હત્યાની કોશીશ કરીનાર કાસમને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે, તો ઘટનાને 24 કલાક ઉપરનો સમય પસાર થઇ ગયો હોવા છતાં આરોપીને પોલીસ પકડી શકી નથી.

 

પશ્ચિમ કચ્છની 7 પોલીસ ટુકડી આરોપીને પકડવા કામે લાગી

 

 

નખત્રાણા પાસેના ગામમાં સસરાની હત્યા કેસમાં જૂનાગઢ જેલમાંથી પેરોલ મેળવી બાદમાં નાસતા ફરતાં અપરાધી કાસમ મામદ નોતીયારે ભુજ બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ અને બે કોન્સ્ટેબલ સહિત ત્રણ પર છરીથી હુમલો કરી ફરાર થઈ હતો, કાયદાના રક્ષકો પર હુમલાની ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. કુખ્યાત અપરાધીએ પોલીસ પર હુમલો કરતાં પોલીસ બેડામાં ખુન્નસ ફેલાયું છે.

 

ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વારા આરોપીને તાકીદે ઝડપી લેવા આદેશ કરવામાં આવ્યો છે, જેથી એલસીબી-એસઓજી સહિતની બ્રાન્ચનો અને ડી સ્ટાફની વિવિધ 7 ટીમો બનાવીને કાસમનું પગેરું દબાવવા ખૂણેખૂણા ફેંદી રહયા છે, સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આરોપી કાસમ પર હત્યા અને હત્યાના પ્રયાસ મારા મારી સહિતના ગુના અગાઉથી કેસ નોંધાઇ ચુક્યા છે, અને તે  ખૂબ ઝનુની સ્વભાવનો છે, કાયમ પોતા પાસે છરી જેવું હથિયાર સાથે રાખીને ફરે છે.

 

શુક્રવારની ઘટનાએ પોલીસ બેડામાં હડકંપ મચાવી દીધો હતો, પોલીસે કાસમ વિરૂધ હત્યાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમનો ગુનો નોંધી, પોલીસ કાફલો આરોપીને ઝડપી લેવા કામે લાગ્યો છે, પરંતુ ઘટનાને અંજામ આપ્યાને 24 કલા વિતી ગયા હોવા છતાં આરોપીને પોલીસ ઝડપી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...