કંડલા નજીક લાંગરેલા ઓઈલ ટેન્કર જહાજમાં ભયાવહ આગ, 26 ક્રુ મેમ્બરનો બચાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ: દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં ખાલી થવા આવેલું ડીઝલ ભરેલું ઓઈલ ટૅન્કર જહાજ ઓટીબીમાં પોતાની રાહમાં લાંગરેલું હતું ત્યારે તેમાં એકાએક આગ લાગી હતી. આગ એન્જિન રૂમમાંથી થઈ વેસલ પર ફરી વળી હતી. ડીપીટી અને મરીન વિભાગ દ્વારા 10થી વધુ ખાનગી, સરકારી ટગની મદદથી આગ બુઝાવવા માટે પ્રયાસ શરૂ કરાયા હતા જે મોડી રાત્રે કારગાર સાબિત થયા હતા અને આગ કાબૂમાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે વેસલ પર 26 લોકો સવાર હતા, જે તમામને બહાર લાવી ચૂકાયા છે, જેમાંથી બે આંશિક રીતે દાઝી ગયા હતા.  દાઝી ગયેલા પૈકી એક મેનલીન ફર્નાન્ડો નામના ક્રૂ મેમ્બરનું સારવાર દરમિયાન મોત થયું હતું. વેસલમાં 30 હજાર એમટી ડીઝલ ભરેલું છે અને મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

 

મશીનની કામગીરી દરમ્યાન ઘર્ષણના કારણે આગ લાગી

 

બુધવારના સાંજે 6:30 વાગ્યાના અરસામાં મુંબઈથી ડિઝલ ભરીને દીનદયાલ પોર્ટ, કંડલા આવી પહોંચેલું ભારતનો ફ્લેગ ધરાવતું જીનોસા ટેન્કર જહાજ પોર્ટમાં બર્થીંગ કરવા માટે વેઈટિંગ હોવાથી ઓટીબીમાં લાંગરેલું હતું ત્યારે એકાએક તેના એન્જિન રૂમમાંથી ધુમાડા ઉઠવા લાગ્યા હતા. મશીનની કામગીરી દરમ્યાન ઘર્ષણના કારણે આવું થઈ રહ્યા હોવાનું માની ક્રૂ મેમ્બર સ્થળ પર પહોંચ્યા ત્યારે આગની જ્વાળાઓ કાબૂ બહાર હોવાનું પ્રતિત થતાં આ અંગે નજીકના બંન્ને પોર્ટ ડીપીટી અને અદાણીને મેસેજ કર્યા હતા.

 

30 હજાર એમટી ડીઝલ ભરેલું હતું

 

પોર્ટ દ્વારા એસઓએસનો સંદેશ મોકલી આસપાસના જહાજ, ટગને મદદે પહોંચવા જાણ કરી હતી. 7:15 સુધીના અરસામાં નજીકનું એક ટગ અને ત્રણ અન્ય ટગ ફાયરફાઈટરની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવા ફોમ અને પાણી વડે પ્રયાસ ચાલ્યા હતા. આ શીપના એજન્ટ કંપની એટલાંટ શીપીંગનો સંર્પક કરતા તેમણે જહાજ મુંબઈથી આવ્યું હોવાનું અને અંદર 30 હજાર એમટી ડીઝલ ભરેલું હોવાનું જણાવ્યું હતું.

 

રાત્રે 11:20 વાગ્યાના અરસામાં આગ કાબૂમાં આવી

 

પોલીસના સુત્રોએ અંદર 26 ક્રૂ મેમ્બર ઘટના સમયએ સવાર હોવાનું અને તેમાંથી બે આંશિક દાઝી ગયા હોવાથી સારવાર અર્થે કંડલા ખસેડાયાનું અને બાકી તમામ સલામત હોવાનું જણાવ્યુ હતું. તો દાઝી ગયેલા પૈકી એકનું મોત નિપજ્યું છે. તો પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ મોડી રાત સુધી આગ પર સંપુર્ણ કાબૂ લાવવાની મથામણ ચાલુ હોવાનું અને વેસલની આગના કારણે આસપાસ નુકશાન ન થાય અને તેને જલદી બુઝાવી શકાય તે માટે ઓટીબીથી દૂર ખસેડવામાં આવ્યુ હોવાનું  જણાવ્યું હતું. વેસલમાં જથ્થો બીપીસીએલનો હોવાનું જાણવા મળ્યું હતું. દીનદયાલ પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, રાત્રે 11:20ના અરસામાં આગ કાબૂમાં આવી હતી.

 

કોસ્ટ ગાર્ડ હરકતમાં, વેસલ-વિમાન-ટગની મદદ લેવાશે


ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે હરકતમાં આવી આગને બુઝાવવા વિવિધ અન્ય સંશાધનોનો ઉપયોગ શરૂ કર્યુ હોવાનું મોડી રાત્રે ડિફેન્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. કોસ્ટ ગાર્ડ પોલ્યુશન કંટ્રોલ વેસલ સ્થળ પર આવવા રવાના કરાયું હતું તથા આઈસીજી ડોર્નીયરને પણ સજ્જ કરાયું હતું. ટગ્સ અને આગને કાબૂમાં લાવવા એસ્સાર, રીલાયન્સ,અદાણી સહિતના ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. 

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, હજારો ટન ડીઝલ સમુદ્રમાં પ્રસરે તો પ્રદુષણનો ખતરો...

અન્ય સમાચારો પણ છે...