તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છને 5 નવા ડીવાયએસપી ફાળવાયા,1 પીઆઇને બઢતી અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ ગાંધીધામ: રાજ્યના ગૃહ વિભાગના સંયુક્ત સચીવ દ્વારા રાજ્યના 83 પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી આપી જુદી જુદી જગ્યાએ પોસ્ટીંગ અપાઇ છે,જેમાં પુર્વ અને પશ્ચિમ કચ્છમાં 5 નવા ડીવાયએસપી બઢતી સાથે ફાળવાયા છે તો લાકડીયા ખાતે ફરજ બજાવતા પીઆઇને બઢતી આપી અન્ય જગ્યાએ મોકલાયા છે.તેમજ 77 ડીવાયએસપીના બદલીના ઓર્ડર જારી કરાયા છે.

 

રાજ્યના 83 પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી અપાઇ


આ બાબતે જાહેર કરેલા પરિપત્રમાં ભુજ લાંચ રૂશ્વત વીરોધી બ્યુરોની ખાલી પડેલી મદદનિશ નિયામકની જગ્યાએ કે.એચ.ગોહિલને નિમણૂક અપાઇ છે, તો નખત્રાણા ખાતે મદદનિશ પોલીસ અધીક્ષક વાસમશેટ્ટી રવિ તેજાની બદલી થતાં તેની જગ્યાએ વિભાગીય પોલીસ અધીકારી તરીકે વી.એન.યાદવને બઢતી સાથે મુકાયા છે. ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એન.વી પટેલની બદલી મહિસાગર ના લૂણાવાડા ખાતે કરાઇ છે તો તેમની જગ્યાએ ભુજ એસીએસટી સેલના ડિવાયએસપી જે.એમ પંચાલને મુકવમાં આવ્યા છે. તો તેમના સ્થાને સુરત ગ્રામ્યના ડીવાયએસપી એસ કે.વાળાને પશ્ચિમ કચ્છ એસીએસટી સેલમાં મુકાયા છે.

 

 

તેજ રીતે ભુજ આઇબી રિજીયનના જે.બી.ગઢવીની બદલી થતાં તેની જગ્યાએ નાયબ પોલીસ અધિક્ષક તરીકે એસ.એમ.વારોતરિયાને બઢતી આપી મુકાયા છે જે પહેલાં ગાંધીધામ ખાતે પીઅાઇ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.તો પુર્વ કચ્છમાં ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઇની જગ્યાએ કે.જી.ઝાલાને મુકાયા છે, તો ગાંધીધામ મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક પી.કે.દિયોરાની જગ્યાએ વિપુલ આર. પટેલને મુકાયા છે.પુર્વ કચ્છના લાકડિયા ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવતા વી.કે.પંડયાને બનાસકા઼ઠા ખાતે એસીએસટી  સેલના નાયબ પોલીસ અધિક્ષક તરીકે બઢતી સાથે મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...