• Home
  • Kutchh
  • Bhuj
  • 228 quintals of groundnut purchased in Nafeed in Gandhidham, 9 accused arrested

ગાંધીધામ / નાફેડે ખરીદેલી 228 કિવન્ટલ મગફળીની સરકારી ગોદામમાંથી ચોરી, 9 આરોપીની ધરપકડ

228 quintals of groundnut purchased in Nafeed in Gandhidham, 9 accused arrested
X
228 quintals of groundnut purchased in Nafeed in Gandhidham, 9 accused arrested

  • પકડાયેલામાંથી બે આરોપી ભાજપના સ્થાનિક કાઉન્સિલરના કૌટુંબિક ભાઈ, 3 હજી ફરાર
  • GIDCમાં આવેલા વેરહાઉસમાંથી 11.33 લાખની 654 બોરી મગફળીની ચોરી થઈ હતી

DivyaBhaskar.com

Jan 29, 2019, 03:45 PM IST
ગાંધીધામ: જીઆઇડીસીના પ્લોટ નંબર- 1માં આવેલા ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના (જીએસડબ્લ્યુસી) ગોડાઉન નંબર- 7 માં સરકાર દ્વારા સ્ટોરેજ કરાયેલી અને નાફેડ સંસ્થાએ ખરીદેલી રૂ.11.33 લાખના મૂલ્યની 228 ક્વિન્ટલ મગફળીની ચોરી થઈ હતી. મગફળી ભરેલી કુલ 654 નંગ બોરી ચોરાયાની ફરિયાદ ગત 22મીએ નોંધાયા બાદ 9 આરોપીની ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ જથ્થો જે લોકોને આપવાનો હતો એ ત્રણ શખસોની અટક હજી બાકી છે. પકડાયેલા આરોપીમાં બે ભાજપના કાઉન્સિલરના કૌટુંબિક ભાઈ છે.
1. 654 બોરી ટ્રકમાં ભરીને અન્ય ગોડાઉનમાં લઈ જવાના ફિરાકમાં હતા
નવ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મળતાં પોલીસ આ રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર લઇ આવવા કોશિષ કરશે અને આ મગફળી ચોરીમાં મોટા નામોની સંડોવણી પણ ખુલવાની વકી છે. આ બાબતે વિગતો આપતાં બી-ડિવિઝન પીઆઇ કહ્યું કે તા.22/1ના જીઆઇડીસીના ગોડાઉનમાંથી 11.33 લાખની મગફળીની ચોરીની નોંધાયેલી ફરિયાદમાં આ ચોરી જીજે-12-એયુ-5384 નંબરની ટ્રકના ચાલક અને અન્ય શખસો દ્વારા કરાઇ હતી.
 
2. ચોરીમાં ભચાઉના આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર
આ મોડસ ઓપરેન્ડી દ્વારા આચરાયેલા ગુનામાં પકડાયેલા શખ્સો પર વોચ રાખી હતી અને ફરિયાદમાં દર્શાવાયેલા ટ્રકના માલિક અંજારના નંદલાલ આહીર હોવાનું જાણવા મળતાં આ બાબતે તેની પુછપરછ કરતાં આ ટ્રક અંજારનો ફારૂક તેને તા.26/1ના શોધી તેની પુછપરછ કરતાં તેણે કબુલાત આપી હતી કે આ ચોરી ભચાઉના નાની ચીરઇના આમદ અલ્લારખ્ખા પરિટ, મીઠા પોર્ટ કંડલાના અલી હાસમ બુચડ, તુણાના જુસબ ઉર્ફે મામો  હુસેન બુચડ , ખારીરોહરના સુલતાન ઇશા ભટ્ટી, ઇલિયાસ અયુબ છરેચા, હુશેન ઉર્ફે ડગરો હારૂન ટાંક, નાની ચીરઇના ગફુર બાવલા જુણેજા, કાર્ગો વિસ્તાર ગાંધીધામના વસીમખાન જમીરખાન શેખની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી બે દીવસના રીમાન્ડ મંજુર થતાં આ ચોરીમાં હજી કેટલા સ઼ડોવાયેલા છે અને કેટલા ગુનામાં સંડોવાયેલા છે તે ઝીણવટભરી પુછપરછ કરાશે.
3. કૌભાંડ પાછળ અંજારના બે શખ્સની સંડોવણી
આ ચોરી કરાયેલો મગફળીનો જથ્થો અંજારના અમિત કેશવજી ઠક્કર, હનિફ હાસમ કુંભાર અને ચુબડકના કાસમ કેશર પારાની સંડોવણી ખુલ્લી છે જેની અટક કરવાની બાકી છે અને તાત્કાલિક તેમની પણ અટક કરી આ ચોરીના બનાવનો પર્દાફાશ કરાશે.પકડાયેલા 9માંથી બે આરોપી હિસ્ટ્રીસિટર છે તો બાકીના પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.પીઆઇએ આપેલી વધુ વિગતોમાં તેમણે જણાવ્યું હતું કે, પકડાયેલા 9 આરોપીઓમાંથી તુણાનો જુસબ ઉર્ફે મામો હુસેન બુચડ અને ખારીરોહરનો હુસેન ઉર્ફે ડગરો હારૂન ટાંક જીલ્લાના હિસ્ટ્રીસીટર આરોપી છે તો બાકીના આરોપીઓ અગાઉ મિલકત સબંધી ગુનામાં પકડાઇ ચુકેલા છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.મથડા પાસે વાહન બેજનાથ જી. પાસવાન મથડા નજીક પહોંચ્યા તે દરમિયાન પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. અંજાર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.
 
4. બે શખ્સ અંજારના કાઉન્સીલરના કુટુંબી
11.33 લાખની મગફળી ચોરીમાં અંજારના અમિત કેશવજી ઠક્કર અને હનિફ હાસમ કુંભાઇની સંડોવણી બહાર આવી છે, તેમાં અમિત અંજારના વોર્ડ નંબર – 7ના મહિલા કાઉન્સીલર હંસાબેન કેશવજી ઠક્કરનો પુત્ર છે અને અગાઉ સોયાબીન ચોરીમાં પકડાઇ ચુક્યો છે, તો હનિફ હાસમ કુંભાર વોર્ડ નંબર- 7 ના જ મહીલા કાઉન્સીલર શકીનાબેનનો પતિ  હોવાનું પોલીસે જણાવ્યું છે.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી