સંકુલની 10 દુકાનોમાં ચેકીંગ: 2.66 ટન થેલીનો જથ્થો જપ્ત કરાયો

ભારતનગરમાં વેપારીના સગા એવી મહિલાએ પાલિકાના અધિકારીને ખરીખોટી સંભળાવી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:38 AM
2.66 tons of bag seized in gandhidham

ગાંધીધામ: સરકાર દ્વારા પ્લાસ્ટીકના વેચાણ પર પ્રતિબંધ લાવવા માટે કાર્યવાહી કરવામાં આવ્યા પછી પાલિકા કક્ષાએ જે તે ઓથોરીટીએ પગલા ભરીને 50 માઇક્રોનથી પાતળી થેલી બંધ કરાવવા કવાયત હાથ ધરી છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા આજે આ અનુસંધાને ગાંધીધામ- આદિપુર સંકુલમાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારતનગર વિસ્તારમાં ચેકીંગ દરમિયાન દુકાનદારના સગાએ પાલિકાના અધિકારીઓને ખરી ખોટી સંભળાવતા ઉહાપોહ મચી ગયો હતો. ચીફ ઓફિસરને જાણ કરવામાં આવ્યા પછી પોલીસ કાફલાને બોલાવીને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.


નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકના ઝબલાના વેચાણ પર તવાઇ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગત સામાન્ય સભામાં આ બાબતે નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે. દરમિયાન આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ખન્ના માર્કેટ, ભારતનગર, આદિપુર વગેરે વિસ્તારોમાં ચીફ ઓફિસર નીતિન બોડાતની સૂચનાના પગલે ઓએસ અનિલ જોશી, દબાણ શાખાના લોકેન્દ્ર શર્મા, ફુડ ઇન્સ્પેક્ટર આનંદ ઉદવાણી, શોપ ઇન્સ્પેક્ટર રવિ મહેશ્વરી વગેરે અધિકારીનો કાફલો કર્મચારીઓને લઇને તપાસાર્થે પહોંચી ગયો હતો.

પ્લાસ્ટીકના વેચાણ કરતા વેપારીઓની દુકાન પર જઇને તપાસ હાથ ધરવામાં આવતા કેટલાક વેપારીઓમાં ફફડાટની લાગણી જન્મી હતી. દરમિયાન ભારતનગરમાં ચેકીંગ કરતા મોટો જથ્થો વેપારીનો ઝડપાયો હતો. આ સમયે વેપારીના કોઇ મહિલા સગાએ આવીને આ બાબતની જાણ થતાં પાલિકાના અધિકારીઓને સંભળાવવાનું શરૂ કરી દીધું હતું. એક તબક્કે ટોળા પણ તેમાં સામેલ થતાં પાલિકાના અધિકારીઓને મુંઝવણમાં મુકાઇ જવું પડે તેવી સ્થિતિમાં લાવી દીધા હતા.

આ અંગે ચીફ ઓફિસરને જાણ કરવામાં આવ્યા પછી પોલીસ કાફલાને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો. પોલીસે આવીને ટોળાને વિખેરી નાખતા મામલો થાળે પડ્યો હતો. પાલિકા દ્વારા જે તે દુકાનદારોને ત્યાંથી જથ્થો જપ્ત કર્યો તેના નામ, સરનામા જાહેર કર્યા છે. પરંતુ જ્યાંથી વધુમાં વધુ જથ્થો જપ્ત કરાયો તે દુકાનદારનું નામ ઇરાદા પૂર્વક છૂપાવી દેવામાં આવ્યું હોવાનો ચણભણાટ પણ ઉઠ્યો છે.

જીવદયા પ્રેમીઓએ રેકી કરી હતી


જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ પ્લાસ્ટીકના ઝબલા ખાવાથી ગાયના મોત થઇ રહ્યા છે અને તેને નુકશાન પણ થતું હોવાની ફરિયાદ ઉઠે છે. થોડા સમય પહેલા ગૌરક્ષકો દ્વારા આ બાબતે તત્કાલિન પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાને રજૂઆત કરીને પ્લાસ્ટીકના ઝબલાના વેચાણ બંધ કરવા માટે માગણી કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં ચોક્કસ દુકાનદારોને ત્યાં બેથી ત્રણ દિવસ સુધી જીવદયા પ્રેમીઓએ રેકી કરીને પ્લાસ્ટીકનો કેટલોક જથ્થો આવે છે તેની વિગત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ ચોક્કસ દુકાનોમાં તવાઇ બોલાવવામાં આવી હતી.

નગરપાલિકાને ઓપરેશન અટકાવવું પડ્યું


સરકારની સૂચનાથી ભરવામાં આવેલા પગલા મુજબ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી સવારથી સાંજ સુધી ચલાવવાનું નક્કી થયું હતું. પરંતુ ભારતનગરમાં થયેલા ડખ્ખા અને વિરોધ પછી અધિકારીએ આગળ વધવાનું ટાળીને ઓપરેશનને પડતું મુકવાની નોબત આવી હતી.

X
2.66 tons of bag seized in gandhidham
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App