સફેદ રણનો નજારો માણવા આવતા પ્રવાસીઓ એકવાર અચુક લે છે કચ્છના આ કિલ્લાની મુલાકાત

ભવ્યતા અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે આ શહેર, પ્રવાસીઓ માટે છે આકર્ષણનું કેન્દ્ર

divyabhaskar.com | Updated - Nov 22, 2018, 12:59 PM
ભવ્યતા અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે આ શહેર
ભવ્યતા અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે આ શહેર

ભુજઃ આમ તો કચ્છ આખો જિલ્લો પોતાના વૈવિધ્યતા છૂપાવીને બેસેલો છે. કચ્છના કોઇપણ ખૂણે જઇએ આપણને કંઇકને કંઇક ઇતિહાસ સાથે જોડાયેલું મળી જશે. એટલા માટે જ પ્રવાસન ક્ષેત્રમાં કચ્છ જિલ્લો ટોપ પર આવે છે. હાલ કચ્છમાં રણ મહોત્સવ ચાલી રહ્યો છે. જેને નિહાળવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. કેટલાક પ્રવાસીઓ તો સ્પેશિયલ આખો કચ્છ જિલ્લો જોવા માટે ખાસ યોજના બનાવતા હોય છે. કચ્છ આવતા પ્રવાસીઓ જેઓ સફેદ રણનો નજારો માણવા આવે છે તેઓ એક સમયના ગૌરવશાળી અને ભવ્ય ઇતિહાસ ધરાવતા લખપતની મુલાકાત લેવાનું ભુલતા નથી. આ શહેર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

ભવ્ય છે લખપતનો ઇતિહાસ
જ્યારે કચ્છનો પ્રવાસ ખેડી રહ્યાં હોવ ત્યારે લખપત જવાનું ન ભુલવું જોઇએ. લોકવાયકાઓ પ્રમાણે લખપતનું નામ લખપતિ પરથી પડ્યું હતું. એવું કહેવાય છે કે એક સમયે કચ્છના આ શહેરમાં લખપતિઓ રહેતા હતા અને તેથી જ તેનું નામ લખપત પડ્યું છે. આ ઐતિહાસિક શહેર કચ્છની કોળી ખાડી અને રણના જંક્શન ખાતે પાકિસ્તાન સરહદ પર આવેલું છે. લખપત વિશે કહેવાય છે કે એક સમયે આ શહેર જાહોજલાલીથી ભરેલું હતું અને મહત્વનું પોર્ટ સિટી હતું. જેની આવક એ સમયે એક લાખ કોરી(કચ્છની તે સમયની કરન્સી) હતી. પરંતુ અત્યારે ત્યાં માત્ર રણ છે. 1819થી 1851ની વચ્ચે આવેલા ભૂકંપ દરમિયાન લખપતનો દરિયો બંધ થઇ ગયો હતો જેનું કારણ સિંધુ નદીના વહેણ બદલાયા હોવાનું પણ માનવામાં આવે છે.

લખપતમાં આટલી વસ્તુઓ છે જોવાની
જો તમે લખપતની મુલાકતે જાઓ તો ઐતિહાસિક કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. લખપતમાં આવેલા ઐતિહાસિક સ્થળોનું બાંધકામ અને કોતરકામ નિહાળી લોકો આશ્ચર્યમાં મુકાઇ છે. કિલ્લા ઉપરાંત આ કિલ્લાની પાછળ આવેલું અફાટ રણ નિહાળીને તમે અંચબામા મુકાઇ શકો છો. આ ઉપરાંત જાજરમાન આકબાની મહેલમાં આવેલી ડોકાબારી, જે મસ્જિદમાં રેફ્યૂજી ફિલ્મનું શૂટિંગ થયું હતું તે, મહમદ ઘોષનો કૂબો અને ગુરૂદ્વારા જોવાનું પણ પ્રવાસીઓ ચૂકતા નથી.

લોકવાયકાઓ પ્રમાણે લખપતનું નામ લખપતિ પરથી પડ્યું હતું
લોકવાયકાઓ પ્રમાણે લખપતનું નામ લખપતિ પરથી પડ્યું હતું
લખપતમાં આવેલા ઐતિહાસિક સ્થળોનું બાંધકામ અને કોતરકામ નિહાળી લોકો આશ્ચર્યમાં મુકાઇ છે
લખપતમાં આવેલા ઐતિહાસિક સ્થળોનું બાંધકામ અને કોતરકામ નિહાળી લોકો આશ્ચર્યમાં મુકાઇ છે
જે મસ્જિદમાં રેફ્યૂજી ફિલ્મનું શૂટિંગ થયું હતું
જે મસ્જિદમાં રેફ્યૂજી ફિલ્મનું શૂટિંગ થયું હતું
લખપતની મુલાકતે જાઓ તો ઐતિહાસિક કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઇએ
લખપતની મુલાકતે જાઓ તો ઐતિહાસિક કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઇએ
કિલ્લાની પાછળ આવેલું અફાટ રણ નિહાળીને તમે અંચબામા મુકાઇ શકો છો
કિલ્લાની પાછળ આવેલું અફાટ રણ નિહાળીને તમે અંચબામા મુકાઇ શકો છો
X
ભવ્યતા અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે આ શહેરભવ્યતા અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે આ શહેર
લોકવાયકાઓ પ્રમાણે લખપતનું નામ લખપતિ પરથી પડ્યું હતુંલોકવાયકાઓ પ્રમાણે લખપતનું નામ લખપતિ પરથી પડ્યું હતું
લખપતમાં આવેલા ઐતિહાસિક સ્થળોનું બાંધકામ અને કોતરકામ નિહાળી લોકો આશ્ચર્યમાં મુકાઇ છેલખપતમાં આવેલા ઐતિહાસિક સ્થળોનું બાંધકામ અને કોતરકામ નિહાળી લોકો આશ્ચર્યમાં મુકાઇ છે
જે મસ્જિદમાં રેફ્યૂજી ફિલ્મનું શૂટિંગ થયું હતુંજે મસ્જિદમાં રેફ્યૂજી ફિલ્મનું શૂટિંગ થયું હતું
લખપતની મુલાકતે જાઓ તો ઐતિહાસિક કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઇએલખપતની મુલાકતે જાઓ તો ઐતિહાસિક કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઇએ
કિલ્લાની પાછળ આવેલું અફાટ રણ નિહાળીને તમે અંચબામા મુકાઇ શકો છોકિલ્લાની પાછળ આવેલું અફાટ રણ નિહાળીને તમે અંચબામા મુકાઇ શકો છો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App