કચ્છના BJP નેતાની રાજસ્થાનમાં ધોલાઇ, દારૂ પીને ધમાલ મચાવતા સ્થાનિકો મારતા હોવાનો વીડિયો થયો વાયરલ

રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે ગયા છે કચ્છના નેતા, હોટલમાં મચાવી હતી ધમાલ

divyabhaskar.com | Updated - Dec 04, 2018, 04:27 PM

અમદાવાદઃ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવેલા BJP નેતાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક સ્થાનિકો તેમની સાથે મારપીટ કરી રહ્યાં છે. વીડિયોને લઇને એવા અહેવાલ આવી રહ્યાં છે કે મુંદ્રાના ભાજપ પ્રમુખે દારૂ પીને ધમાલ મચાવતા સ્થાનિકોએ તેમને માર માર્યો હતો.

મુંદ્રાના પ્રમુખ છે વાલજી ટાપરિયા
રાજસ્થાનમાં ચાલી રહેલી ચૂંટણીમાં કચ્છના મુંદ્રા તાલુકાના પ્રમુખને ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર અર્થે મોકલ્યા હતા. ત્યારે તેઓ જે હોટલમાં રોકાયા હતા, ત્યાં તેમણે દારૂ પીને ધમાલ મચાવી હતી. દારૂ પીધા બાદ હોશ ખોઇ બેઠેલા વાલજી ટાપરિયાએ સ્થાનિકો સાથે ઝગડો કર્યો હતો. જેમાં સ્થાનિકોએ તેમને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ કરી લેવામાં આવ્યા બાદ તેના વાયરલ કરવામાં આવી છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App