આઘાતમાં સરી પડેલા લોકોને આત્મહત્યા કરતા અટકાવવા કરી આ પહેલ, ભુજમાં બનશે દેશનું પ્રથમ આવું સેન્ટર

divyabhaskar.com

Nov 27, 2018, 09:53 AM IST
india's first yoga psychotherapy center develop in bhuj

ભુજઃ કચ્છમાં આત્મહત્યા કરનારી વ્યક્તિઓના 135 જેટલા આપ્તજનો મૃતક માટે કશું ન કરી શક્યાની લાગણી સાથે આત્મગ્લાનિ અનુભવે છે. એક પ્રકારની આ માનસિક બીમારીમાંથી આવા લોકોને બહાર લાવવા માટે કચ્છમાં દેશનું પ્રથમ યોગા સાઇકો થેરાપી સેન્ટર ભુજમાં શરૂ કરાશે. આ કેન્દ્રમાં દર મહિને યોગાભ્યાસ સાથે કોઇ પણ દવા વિના નિ:શુલ્ક સેવા પૂરી પાડવામાં આવશે.

હતાશામાં જીવતા 135 જેટલા લોકોને તારવીને કરવામાં આવશે સારવાર
કચ્છમાં આત્મહત્યા કરનારી વ્યક્તિના માતા-પિતા, બાળકો, જીવન સાથી, મિત્રો, સહકર્મીઓ કે અડોશ પડોશના 135 જેટલા લોકો આપઘાત કરીને આયખું ટૂંકાવનારા માટે કશું કરી ન શક્યા હોવાના તીવ્ર આઘાતમાં છે. જેના કારણે તેઓ શરમ અને હતાશાની લાગણી અનુભવે છે. પોતાના પ્રિયજનો ગુમાવનારા આ પ્રકારના 135 જેટલા લોકો ઓમ ફાઉન્ડેશન દ્વારા તારવાયા છે જેના માટે ભુજમાં દેશનું પ્રથમ યોગ સાઇકો થેરાપી પોસ્ટ વેન્શન કેર ક્લિનિક શરૂ કરવામાં આવશે.

આ રીતે કામ કરશે આ સેન્ટર
ભારતના આ પ્રથમ કેન્દ્ર વિશે વધુ વિગતો આપતાં તેમણે ઉમેર્યું હતું કે, યોગક્રિયાના માધ્યમથી મનમાં ભરાયેલી ગ્લાનિ દૂર કરાશે. આ ઉપરાંત સામૂહિક રીતે આ વિશેષ સારવાર આપવામાં આવશે જેમાં આવનારા લોકો આપસમાં પોતાના વિચારો વ્યક્ત કરીને હળવા થઇ શકશે. તેમ છતાં વધુ ઘેરા શોકમાં સરી ગયેલા લોકોને અલગ તારવવામાં આવશે અને જરૂર પડ્યે આવા લોકોને દર અઠવાડિયે યોગના માધ્યમથી આઘાતમાંથી દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આત્મહત્યા અટકાવવાના મુખ્ય મથક જીનીવાના ડો. એલેક્ઝેન્ડર ફિલ્ચમેન અને ઇન્ટરનેશનલ એસોસિયેશન ફોર સ્યૂસાઇડ પ્રિવેન્શનના પ્રમુખ મનોચિકિત્સક ડો. મુરાદખાને ભારતમાં આત્મહત્યા અટકાવવા ડો. દેજ્યોતિ શર્મા દ્વારા થઇ રહેલી કામગીરીને બિરદાવાઇ છે.

મનોરોગને દવાની બદલે યોગના માધ્યમથી દૂર કરવામાં આવશે
આ અંગે વધુ વિગતો આપતાં ફાઉન્ડેશનના પ્રમુખ ડો. દેવજ્યોતિ શર્માએ જણાવ્યું હતું કે, હતાશા અને આઘાતની લાગણી મનોરોગ હોવાના કારણે તેને દવાથી સારવાર આપવાના બદલે યોગના માધ્યમથી દૂર કરાશે. દર મહિને એકવાર આવા લોકોને સામૂહિક માર્ગદર્શન આપવામાં આવશે.

X
india's first yoga psychotherapy center develop in bhuj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી