એક તરફ જ્યાં પાણી માટે પણ પૈસા આપવા પડે છે ત્યારે ગુજરાતના આ ગામમાં મફતમાં અપાય છે દૂધ

divyabhaskar.com

Nov 23, 2018, 12:06 PM IST
gujarats villagers never sell milk
gujarats villagers never sell milk
gujarats villagers never sell milk

અમદાવાદઃ ગુજરાત અને વૈવિધ્યતાને સાચવીને બેસેલું રાજ્ય છે. અનેક પરંપરાઓ, ઉદારતા, ગ્લોબલાઇઝેશન દરેક વસ્તુ આપણને અહીં જોવા મળે છે. 26 નવેમ્બર એટલે કે શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગિસ કુરિયનના જન્મ દિવસને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે અમે અહીં એવા એક ગામ વિશે વાત કરવામાં જઇ રહ્યાં છે. જે પોતાની પરંપરાઓ માટે જાણીતું છે. આપણે જોઇએ છીએ કે એક તરફ પાણી માટે પણ પૈસા આપવા માડે છે, ત્યારે આ ગામમાં મફતમાં દૂધ આપવામાં આવી રહ્યું છે. આ ગામ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું છે.

આ કારણથી નથી વેચવામાં આવતુ દૂધ
ગામના લોકોના કહેવા પ્રમાણે ગામમાં શાંતિ જળવાઇ રહે અને કોઇ આફત ન આવે એ માટે દૂધ ન વેચવા અંગે વર્ષો પહેલા અહીં આવેલા એક પીરે જણાવ્યું હતું. જેને આજે પણ નિભાવવામાં આવે છે. આજથી અંદાજે 500 વર્ષ પૂર્વે સિંધમાંથી શૈયદ અલીપીર કચ્છના આ વિસ્તાર તરફ આવ્યા હતા. જે સમયે ગ્રામજનોએ તેમને આમંત્રણ પાઠવ્યું હતું. અલીપીરે આ ભૂમિમાં તપ કર્યું અને પરત સિંધ ન જવાનો નિર્ણય કર્યો. આજે પણ ધોકડા ગામમાં તેમની દરગાહ આવેલી છે. અલીપીરે કહ્યું હતું કે દરગાહ મોટી ન બનાવવી, ગામાં કોઇએ દૂધનો વેપાર ન કરવો, મકાનમાં બીજો માળ ન કરવો. જો આમ કરવામાં આવશે તો ગામ પર ક્યારેય કોઇ આફત નહીં આવે. જેથી આટલા વર્ષો પછી પણ ગ્રામજનો તેવું જ કરે છે. દરગાહનો કોબો મોટો બનાવવા માટે સિંધમાંથી ઈંટો પણ આવી હતી. કોબો મોટો ન બની શક્યો આ ઇંટો આજે પણ અહીં જ પડી છે.

એક હજાર કરતા પણ ઓછી છે ગામની વસ્તી
આ ગામની વસ્તી અંદાજે 500ની આસપાસ છે. જેમાં મોટાભાગના લોકો પશુપાલન અને ખેતી કરે છે. જે લોકો પાસે દૂધાળા પશુ નથી હોતા તેમને મફતમાં દૂધ આપવામાં આવે છે. તેમજ વધારાનું દૂધ હોય તેમાંથી અન્ય ડેરી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. જેને પણ દૂધની જેમ પાડોશીઓને તેમજ આસપાસના ગામમાં મફતમાં આપવામાં આવે છે.

X
gujarats villagers never sell milk
gujarats villagers never sell milk
gujarats villagers never sell milk
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી