તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ: રાપર તાલુકામાં 88 પ્રાથમિક શિક્ષકો શાળાએ જતા જ નથી, BRC-CRC ‘ઘેર’હાજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
ભુજ: રાપર તાલુકામાં 217 વાંઢોમાંથી 70 અને 97 ગામોમાંથી 18 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો શાળાના પગથિયા ચડતા જ નથી. કેળવણી નિરીક્ષકો, બીઆરસી, સીઆરસી પણ ‘ઘેર’હાજર રહેતા હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.
શિક્ષણ શાખાના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાપર તાલુકાના ગામડાઓની શાળાઓમાં રેગ્યુલર ચેકિંગ થતું જ નથી. જેથી મોટા ભાગની શાળાઓમાં શિક્ષકો ગાપચી મારી જાય છે. કેળવણી નિરક્ષકો, બીઆરસી, સીઆરસી ઘેર બેસી માત્ર કાગળ ઉપર ચેકિંગ રિપોર્ટ તૈયાર કરી નાખે છે. જોકે દરેક તાલુકામાં બીઆરસી અને સીઆરસી ઘેર જ રહેતા હોય છે. તાલુકા શિક્ષણાધિકારી કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ મોકલવાના રિપોર્ટ પણ નિયમિત મોકલતા નથી હોતા. જેથી વહીવટી કામગીરી વિલંબમાં પડી જતી હોય છે.
પલાસવા બેઠકના સદસ્ય ઉચ્ચ કક્ષાએ માંગ કરશે
રાપર તાલુકા પંચાયતના પલાસવા બેઠકના સદસ્ય લખમણભાઇ સોલંકીએ પણ જણાવ્યું હતું કે, વારંવારની ફરિયાદો અને જાત નિરીક્ષણ કર્યા બાદ ફરિયાદોમાં તથ્ય જણાયું છે. જેથી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનો છું.
સતત 5 માસથી દરેક શિક્ષકો વારાફરતી ગેરહાજર
અઠવાડિયા પહેલા સેવાભાવી સંસ્થા દ્વારા શિક્ષણ કીટ વિતરણ કરાઇ રહી હતી ત્યારે એક તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીએ ભાંડો ફોડ્યો હતો. જેમાં આચાર્યએ પોપટની જેમ બોલીને કહ્યું હતું કે, છેલ્લા 5 માસ સતત શિક્ષકો વારાફરતી એક એક મહિનો ગેરહાજર રહે છે. આવી 22 વાંઢો છે. ગેરહાજરોની હાજરી પૂરવા ‘વ્યવહાર’ થઇ રહ્યાની પણ કબૂલાત કરી હતી.
માનગઢમાં રજા રિપોર્ટ મૂક્યા વગર નથી આવતા
માનગઢ ઢુવા ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ તો લેખિતમાં જણાવ્યું હતું કે, 4 શિક્ષકોની જગ્યા છે. જેઓ રજા રિપોર્ટ મૂક્યા વગર ગેરહાજર રહે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો