તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 વર્ષ પછી 5 કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર, રાજ્યમંત્રી છેડાએ અભિનંદન આપ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કચ્છી ભાષાના વિકાસ અને ઉત્કર્ષમાં પોતાના સર્જન, વિવેચન કે સંશોધન થકી ઉત્તમ પ્રદાન કરનાર કચ્છી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ વર્ષ 2010થી 2014ના પુરસ્કારો આપવાની જાહેરાત કરાઇ છે.
જેમાં વર્ષ 2010 માટે જયંતિભાઇ જોષી, ‘શબાબ’, 2011 માટે વિસન નાગડા, 2012 માટે રવિ પેથાણી, ‘તિમિર’, 2013 માટે ગૌતમ જોશી અને વર્ષ 2014 માટે હરેશ દરજી ‘કસબી’નો સમાવેશ કરાયો છે. લાંબા સમયથી કચ્છી સાહિત્યકારોને એવોર્ડ ન અપાતા હાલના રાજ્ય મંત્રી તારાચંદભાઇ છેડાએ ગાંધીનગર સ્તરે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા. કચ્છી ભાષા માટે દિલ્હી સ્તરેપણ પ્રયત્નો ચાલુ રાખ્યા હોવાનું તેમણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. એવોર્ડ મેળવનારા તમામ સાહિત્યકારોને અભિનંદન પાઠવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો