તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ: વિદેશ ક્રુ મેમ્બરોને એક્ટીવ સીમ કાર્ડ વેંચાણનું રેકેટ, 4 સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ:કંડલા ખાતે વિદેશી ક્રુ મેમ્બરોને ભારતીય મોબાઇલ કંપનીઓના એક્ટીવ સીમકાર્ડ વેચાણ સબંધે એલ.સી.બી.એ તપાસ હાથ ધરતાં, ગાંધીધામના બે મોબાઇલ સીમ વિક્રેતાઓ અને કંડલાની એક પેઢીના માલિક તથા કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. પેઢીના કર્મચારી પાસેથી વિદેશી કરન્સી પણ મળી આવી હતી. અગાઉ આ જ બાબતે દિવ્ય ભાસ્કરે સવિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.
બનાવ સબંધે એસપી ભાવના પટેલને માહિતી મળતાં, તેમણે ગત 3/9 ના રોજ એલ.સી.બી. ને તપાસ કરવા હુકમ કર્યો કરતાં ટીમે વોચ ગોઠવી હતી. દરમ્યાન, 9/9 ના રોજ શુક્રવારે કંડલા પોર્ટની જેટી પર એમએસ સીલેન્ડ એમ્પોરીયમ નામથી પોર્ટ વિસ્તારમાં હેન્ડીક્રાફ્ટસ, તૈયાર કપડાં તથા આર્ટીફીશીઅલ જ્વેલરીનું વેચાણ કરવાનો કસ્ટમનો પરવાનો ધરાવતી, માલિક ભરત લાલચંદ ટેવાણી અને તેનો કર્મચારી દિનેશ સુંદરદાસ મીરવાણી પર નજર રાખી હતી.
કર્મચારી પરવાનાની આડમાં સીમકાર્ડનો ગેરકાયદેસરનો વેપલો કરતા હતા
દરમ્યાન, 9/9 ના આ દિનેશ બાઇક પરથી પસાર થતાં તેને અટકાવી તેની તપાસ કરતાં, તેના કબજામાંથી, વોડાફોન કંપનીના 42 એક્ટીવ સીમકાર્ડ ઉપરાંત, વિદેશી કરન્સીનો દલ્લો પણ મળી આવ્યો હતો. આ દુકાન માલિક અને કર્મચારી પરવાનાની આડમાં સીમકાર્ડનો ગેરકાયદેસરનો વેપલો કરતા હતા. એક્ટીવેટ સીમકાર્ડ ગાંધીધામની હિતેષ તારાચંદ મહેતાની માલિકીની અરિહંત મોબાઇલ તથા પ્રકાશ અરવિંદ મહેતાની માલિકીની સિધ્ધી એન્ટરપ્રાઇઝ નામની દુકાનેથી 100 થી 150 રૂપિયાના ભાવેથી ખરીદાતા હોવાનું સામે આવતાં વોડાફોન કંપનીના આ બન્ને ડિલરોની વિરૂધ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

નિદોષ ગ્રાહકોના નામે જ સીમ એક્ટીવ થતા હતા
આ બન્ને વેપારીઓ અન્ય ગ્રાહકોના ફોર્મમાંથી ફોટા અને ઓળખકાર્ડ ડુપ્લીકેટ બનાવી લઇ, ખોટી સહીથી સીમકાર્ડ એક્ટીવેટ કરતા હતા. સેંકડો નિર્દોષ ગ્રાહકોના નામથી આ રીતે સીમ વેચવામાં આવ્યા હતા.

આગળની સ્લાઇડમાં વાંચો,દેશી-વિદેશી કરન્સી પણ મળી આવતાં ચકચાર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો