તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામની બેઠક માટે 3થી વધુ મૂરતિયા અત્યારથી જ મેદાનમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ: ગાંધીધામ વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસમાં અત્યારથી જ ખેંચતાણ શરૂ થઇ ગઇ છે.  પ્રદેશ કોંગ્રેસ દ્વારા અગાઉ મગાવવામાં આવેલા અભિપ્રાય અને ફોર્મ ભરવાની કાર્યવાહીમાં જોવામાં આવે તો 3થી વધુ દાવેદારે હાલ ગાંધીધામની બેઠક માટે ઝંપલાવ્યું છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસ દ્વારા અગાઉ બે મહિના પહેલાં જાહેરાત કરાઇ હતી કે, જે તે વિધાનસભા ક્ષેત્રના ઇચ્છુક ઉમેદવારે તેના વિસ્તારમાં આવતા બૂથ દીઠ 5થી વધુ ઓળખિતા હોય તેના ફોર્મ ભરીને આપવાના રહેશે.  ગાંધીધામની બેઠક માટે 2 જેટલા નેતાએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.  સંકુલના કોંગ્રેસના રાજકારણમાં ગરમી આવી છે.  હાલ મુન્દ્રામાં રહેતા કિશોર પિંગલે પણ આ સ્પર્ધામાં ઝૂકાવ્યાના સંકેત છે, આ ઉપરાંત પાલિકાના વિપક્ષી નેતા અજીત ચાવડા તથા અન્ય જૂના જોગીઓ પણ મેદાનમાં 
ઉતર્યા છે.

ભાજપનું સ્વપ્ન સાકાર ન થાય તે જોવું પડશે
ગત નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સમગ્ર સંકુલને કોંગ્રેસ મુક્ત કરવું છે.  ભાજપના નેતાઓની જાહેરાત પછી તેઓએ આ બાબતે પગલાં પણ ભર્યાં હતાં, પરંતુ તેના કમનસીબ અને કોંગ્રેસના સદનસીબે પક્ષનો સારો દેખાવ પણ થયો હતો. જોકે, પાલિકામાં બેઠક ઘટી પરંતુ ભાજપના નેતાઓ જે શમણાં કોંગ્રેસમુક્ત કરવાના જોઇ રહ્યા હતા, તેમાં સફળતા મળી ન હતી. આગામી દિવસોમાં પણ હવે વિપક્ષ તરીકે રોલ ભજવવા માટે આગળ આવવું પડશે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવે તો નગરપાલિકાના જુદા-જુદા કિસ્સાઓમાં લોકોની સમસ્યા નિરાકરણ લાવવા માટે સજ્જડ વિપક્ષની ભૂમિકા ભજવવી જોઇએ, તે ભજવવામાં આવતી નથી તેવી લોકોમાં છાપ ઉપસી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો