...તો 11 પોર્ટના શિપિંગ વ્યવસાયને પડશે ફટકો, ખાનગી બંદરગાહોને ઘી- કેળા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ:શિપિંગ મંત્રાલય દ્વારા વેબસાઇટ ઉપર રાખેલા મેજર પોર્ટ ઓથોરિટી એક્ટ-2016ના લોકસભામાં રજૂ કરવાના બિલને 11 મહાબંદરગાહોના શિપિંગ વ્યવસાયનો મૃત્યુઘંટ સમાન ગણવી ફટકો પડે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ માટે મુંબઇમાં શરૂ થયેલી પાંચ ફેડરેશનોની બેઠકમાં સરકારની નીતિ સામે લડી લેવાની વ્યૂહ રચના અંગે ચિંતન થઇ રહ્યું છે.
વડાપ્રધાન મોદી સમક્ષ બે વર્ષમાં મહાબંદરગાહોને લાખો રૂપિયાનું ધોવાણ થયું છે તેની વિગતો આપી
કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ અને ઇન્ટુક પોર્ટ ફેડરેશનના અવર મહામંત્રી મોહનભાઇ આસવાણીએ જણાવ્યું છે કે, 1963થી આજ સુધી એમપીટી એક્ટ-1963 હેઠળ રચાયેલા 11 મહાબંદરગાહોના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને જે સત્તા મળેલી અને પીપીપી, બીઓટી, બૂથ જેવા ખાનગી યોજનાની અસફળતા, કોર્ટ કચેરીના કેસ, બેંકોના ધિરાણનું મોટાપાયે ધોવાણ વગેરે મુદ્દે શિપિંગ મંત્રાલય, શ્રમ મંત્રાલય અને વડાપ્રધાન મોદી સમક્ષ બે વર્ષમાં મહાબંદરગાહોને લાખો રૂપિયાનું ધોવાણ થયું છે તેની વિગતો આપી છે.
સરકારનો બધો વિકાસ ખાનગી પેઢીને વેચવાનું કાવતરાનો આક્ષેપ
કો-ઓર્ડિનેશન કમિટીના ચેરમેન માજી સાંસદ પ્રભાતકુમાર સામંતરાય અને મહામંત્રી મહોમદ હનીફ સક્રીય રૂપે જંગ ખેલવા રણનીતિ તૈયાર કરી રહ્યા છે. નવા બિલમાં 17/19 ટ્રસ્ટીઓની સામે ચેરમેન માત્ર 9 બોર્ડ મેમ્બરો, જેમાં ત્રણ સ્થાનિક વિભાગીય વડા, ચાર રાજકીય, વિશેષજ્ઞો અને એક કામદાર ટ્રસ્ટીનો સમાવેશ થશે. એક કરોડ નવી ભરતી, રોજગાર સહિતના વાયદા કરનારા રાજકીય નેતા પાંચ વર્ષ માટે બનાવેલી સરકારનો બધો વિકાસ ખાનગી પેઢીને વેચવાનું કાવતરાનો આક્ષેપ કર્યો છે.

ખાનગી બંદરગાહોને ઘી- કેળા થશે
આ કાળા કાયદાથી પોર્ટના અધ્યક્ષ એકચક્રી શાસન રાજકીય નેતાને ઇશારે ચલાવશે, જેથી સમગ્ર શિપિંગ વ્યવસાયમાં અફડાતફડી, ભ્રષ્ટાચાર અને ખાનગી કોર્પોરેટ બંદરગાહોને પાછલા બારણે તાત્કાલિક નફો કરતા બંદરગાહો, કંડલા પોર્ટ, જેએનપીટી, પારાદીપ, ન્યૂ મેંગ્લોર પોર્ટ, મામોગોવામાં ભારે માત્રમાં ભ્રષ્ટાચાર અનૈતિકતા અને કોર્પોરેટ ખાનગી બંદરગાહોને ઘી-કેળા થઇ જશે તેવી દહેશત પણ વ્યક્ત કરી છે.
અન્ય સમાચારો પણ છે...