તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવી પોલીસ સ્ટેશનમાંથી બિયરની 1 પેટી પગ કરી ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી:  માંડવી પોલીસ પાંચ જુનના ધમધમતા કલ્વાણ રોડ પરના રાઠોડ ફળિયામાં દરોડો પાડી રોક સ્ટાર ડિલક્સ વ્હિસ્કીની 105 બોટલ ઝડપી પાડ્યાની સાથે રોકબર્ગ સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરની બે પેટી જપ્ત કરી હતી જે મુદામાલ પોલીસ વેનમાં ખડકાયો હતો.  

પોલીસ ચોપડામાં એક બીયરની પેટી બતાવવામાં આવતા તો એક બિયરની પેટી ક્યા પગ કરી ગઇ જે બાબતે કાર્યવાહક પીઆઇ આર સી ગોહિલનો સંપર્ક કરતા તેમણે કહયું હતું કે પોલીસ વેનમાં બે બિયરની પેટીમાંથી એક ખાલી પેટી હોવાનું જણાવતા તો હવે સવાલ એ ઉભો થાય છે કે પોલીસ શું? મુદામાલમાં પોલીસ ખાલી બિયરના ખોખા પણ ઉપાડતા હશે. 
અન્ય સમાચારો પણ છે...