• Gujarati News
  • વેબસાઇટનું પણ લોન્ચિંગ

વેબસાઇટનું પણ લોન્ચિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેબસાઇટનું પણ લોન્ચિંગ

ભાસ્કરન્યૂઝ. ભુજ

વાગડવિસ્તારમાં છેલ્લા 72 વર્ષથી શિક્ષણક્ષેત્રે અગ્રેસર જૂના કટારિયા સ્થિત વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયમાં શાળા આયોજનની માહિતી સાથેની પુસ્તિકાનું વિમોચન અને સંસ્થાની વેબસાઇટનું લોન્ચિંગ કરાયું હતું.

સંસ્થાના પ્રમુખ જયસુખભાઇ પૂજના હસ્તે શાળા આયોજન માહિતી અને પ્રાર્થના પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. 68 પેઇજની પુસ્તિકામાં સંસ્થાની સ્થાપનાનો ઇતિહાસ તથા વર્તમાનની તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. સંસ્થાની પ્રવૃત્તિઓને વૈશ્વિક ફલક પર રજૂ કરવા વેબસાઇટ www.svjbv.org નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાલયમંત્રી તરીકે 23 વર્ષથી સેવા આપતા પ્રાગજીભાઇ દેવચંદભાઇ સંઘવી તેમજ છેલ્લા અેક દાયકાથી તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરતાં જૂના કટારિયા પટેલ મિત્રમંડળનું તથા વર્ષ 2014-15માં વિદ્યાલય સહાયક ફંડમાં 21000 કે તેથી વધુ દાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એ.ડી. મહેતા પરિવાર જયસુખભાઇ પૂજ, પ્રાગજીભાઇ સંઘવી, કાનજીભાઇ ગામી, જોષી કમ્પ્યૂટર ગાંધીધામ તરફથી રૂા.21000નું દાન અપાયું હતું.

પ્રસંગે વેલજીભાઇ પૂજ, મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઇ એ.ડી. મહેતા, છોટાલાલ સંઘવી, વનેચંદ ગઢેચા, મુકેશભાઇ વોરા, રાજેશભાઇ કુબડિયા, કાનજીભાઇ પટેલ, સરપંચ-માજી સરપંચ જસકરણભાઇ ગઢવી, અમૃતલાલભાઇ લોદરિયા ઉપસ્થિત રહ્યા હતા.

જૂના કટારિયા જૈન બોર્ડિંગમાં માહિતી પુસ્તિકાનું વિમોચન