• Gujarati News
  • કચ્છનીબે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સમક્ષ કચ્છના

કચ્છનીબે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સમક્ષ કચ્છના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છનીબે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સમક્ષ કચ્છના સાંસદે સરહદી જિલ્લાને સ્પર્શતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.

ગૃહમંત્રી કોટેશ્વરમાં સીમા સુરક્ષા દળના કેમ્પની મુલાકાત લઇ ભુજ આવતાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ તેમને આવકાર્યા હતા. ત્યારબાદ બીએસએફ ક્વાર્ટર ખાતે આયોજીત ભોજન સમારંભમાં સાંસદે કચ્છમાં પાસપોર્ટ ઓફિસ ત્વરીત ફરી ચાલુ થાય માટે કેન્દ્રીય વિદેશીમંત્રી સુષ્મા સ્વરાજની રૂબરૂ મુલાકાત લઇ કરેલી લેખિત-મૌખિક રજૂઆતની માહિતી આપી હતી અને વહેલીતકે પાસપોર્ટ ઓફિસ શરૂ થાય તે માટે રજૂઆત કરી હતી. ભુજ-દિલ્હી વચ્ચે વિમાની સેવા, ઘડુલી સાંતલપુર વાયા ખાવડા-ખડીર ધોરીમાર્ગનું કામ જલદી પુરૂં કરવા 512 કિમીના રણ આસપાસના સરહદી વિસ્તારના ગામોના વિકાસ-ઉત્થાન માટે બીએડીપી યોજના હેઠળ ગ્રાન્ટમાં વધારો કરવા કચ્છ-રાજસ્થાનમાં પાકિસ્તાનથી સ્થળાતંર થઇ આવેલા શરણાર્થીઓને સહાયભૂત થવા અને વર્તમાન ત્રાસજનક પરિસ્થિતિથી મૂક્ત થઇ ભારત આવવા માગતા વ્યક્તિઓની વ્યવસ્થા લોંગ ટર્મ વિઝા જેવા પ્રશ્નોની રજૂઆતો કરી હતી, જેના પ્રતિસાદમાં દરેક પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહમંત્રીએ સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. સાથે સાથે ચૂંટણી સમયે પ્રચારાર્થે કચ્છ આવ્યા, ત્યારે કચ્છના આતિથ્યને માણ્યું હતું. લોક લાગણીને યાદ કરી મુલાકાતોના સંસ્મરણો વાગોળ્યાં હતાં.

ભુજ સુધરાઇ પ્રમુખ હેમલતાબેન ગોર, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ રિતેન ગોર, યુવા મોરચાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજાએ ગૃહમંત્રીને આવકાર્યા હતા.

ભુજ - દિલ્હી િવમાની સેવા માગી

ગૃહમંત્રી સમક્ષ કચ્છના સાંસદે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા