• Gujarati News
  • { ભુજBSFમાં બાયસેગ પ્રોજેક્ટના લોન્ચિંગમાં પાકને આપી ચીમકી

{ ભુજBSFમાં બાયસેગ પ્રોજેક્ટના લોન્ચિંગમાં પાકને આપી ચીમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ભુજBSFમાં બાયસેગ પ્રોજેક્ટના લોન્ચિંગમાં પાકને આપી ચીમકી

{ગૃહમંત્રીરાજનાથ સિંહે હરામીનાળાં વિસ્તારની મુલાકાત લીધી

ભાસ્કરન્યૂઝ. લખપત/ભુજ

કચ્છનીદરિયાઇ સુરક્ષા માટે ફાસ્ટ એટેક ક્રાફ્ટ સહિ‌ત વિવિધ માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે અને સલામતી વધુ સઘન બનાવવામાં આવશે, તો પાકિસ્તાન સાથે ટીટ ફોર ટેટ એટલે કે જેવા સાથે તેવા જેવો વર્તાવ કરવામાં આવશે એમ આજે દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે તેમના કચ્છ સીમાના પ્રવાસના અંતિમ દિવસે જણાવ્યું હતું.

પાકિસ્તાનના અડપલાં તેમજ શસ્ત્રવિરામ ભંગ કરાઇ રહ્યો હોવાના પગલે ભારતની પ‌શ્ચિ‌મી સરહદનું નિરીક્ષણ કરવા આવેલા ગૃહપ્રધાન રાજનાથસિંહે ગુરુવારે બીજા દિવસે પાકિસ્તાનને જોડતી લખપત સરહદના હરામીનાળાં ક્રીક વિસ્તારની મુલાકાત લીધી હતી, તેમણે બીએસએફમાં સૈનિક સંમેલન યોજ્યું હતું તથા જવાનો સાથે બડાખાનામાં પણ જોડાયા હતા. ઉપરાંત લખપતમાં બનેલી નવી બો‌ર્ડ‌ર આઉટ પોસ્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. તકે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છના સીમા વિસ્તારનું તેમણે નિરીક્ષણ કર્યું છે. દરિયાઇ સલામતી માટે કચ્છમાં વધુ ફાસ્ટ એટેક ઓવરક્રાફ્ટ તેમજ અન્ય સુવિધા ઊભી કરવા કેન્દ્ર સરકાર ધ્યાન આપશે. સલામતી માટે કોઇ બાંધછોડ નહીં કરાય તેમ પણ આજે ફરીથી કહ્યું હતું.આ પૂર્વે ભુજમાં બીએસએફના સબ હેડ ક્વા‌ર્ટર ખાતે બાયસેગ પ્રોજેકટ શરૂ કરાવ્યો હતો, તેમણે અહીં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ થકી બો‌ર્ડ‌ર પર બેઠેલા જવાનો વીડિયો કોલિંગથી વાત કરી શકશે. ખાસ પણે ગૃહમંત્રીએ પાકિસ્તાન મામલે સીધી વાત કરી હતી કે, સામે પરથી થતા અટકચાળા સામે જેવા સાથે તેવા જેવો વ્યહવહાર કરવામાં આવશે, તો બીજીબાજુ નકસલવાદ ડામવા કમ્પ્રિહેન્સિવ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

(િવસ્તૃતઅહેવાલ િસટી ફ્રન્ટ પેજ)

પાકિસ્તાન સામે \\\"જેવા સાથે

તેવા\\\'ની નીતિ રખાશે: ગૃહમંત્રી

કચ્છ સરહદે લખપતમાં બનેલી નવી બીઓપીનું ઉદઘાટન કરતાં ગૃહમંત્રી રાજનાથસિંહ. / પ્રકાશભટ્ટ

કચ્છ સરહદે સલામતી માટે વધુ સુવિધા મળશે