• Gujarati News
  • કરછમાં અંગ્રેજી ટેબ્લોઇડની શરૂઆત

કરછમાં અંગ્રેજી ટેબ્લોઇડની શરૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૩મીએ ભુજ ખાતે શકિતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરની મીટિંગ
ભુજ : કરછ જિલ્લા કોંગ્રેસ સમિતિની જિલ્લાના આગેવાનો કાર્યકરોની મીટિંગ ભુજ ખાતે તા. ૨૩/૮ના સવારે ૧૧ કલાકે યોજવામાં આવશે, જે મીટિંગમાં ઓલ ઇન્ડિયા પ્રવકતા અને ધારાસભ્ય શકિતસિંહ ગોહિલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આ મીટિંગમાં કોંગ્રેસ પ ા દ્વારા શરૂ કરવામાં આવેલી સભ્ય નોંધણી કાર્યક્રમને વેગ અપાશે તેમજ કરછની પ્રજાને સ્પર્શતા પ્રશ્નો અને સમસ્યાઓને નિવારણ માટે કોંગી કાર્યકરોને સજજ કરાશે.
સાંઘ્યદીપ સંસ્થા દ્વારા બે પુસ્તકોનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે
ભુજ : ભુજની સાહિિત્યક સંસ્થા ના સર્જક નવીનભાઇ ત્રિપાઠી લિખિત બે પુસ્તક, ત્રિભેટો(વાર્તાસંગ્રહ) અને (કાવ્ય સંગ્રહ)ના લોકાર્પણનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના સભાખંડમાં ૨૮મી ઓગસ્ટ રવિવારે સાંજે ૫:૩૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમ પ્રા. કમલભાઇ મહેતાની અઘ્ય ાતામાં યોજાશે. ત્રિભેટોનું વિમોચન અજીતભાઇ માનસતા કરશે તો કાવ્ય સંગ્રહનું વિમોચન શંકરભાઇ સચદે કરશે.
ભુજમાં કોંગ્રેસની સભ્ય નોંધણી ઝુંબેશને વેગ આપવા બેઠક યોજાશે
ભુજ : કરછમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી સભ્ય નોંધણી ઝૂંબેશને વેગ આપવા પ ાના રાષ્ટ્રીય પ્રવકતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા મથક ભુજમાં તા.૨૩/૮ના બેઠક યોજાશે. બેઠકમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રવકતા અને અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આ મીટિંગમાં પ ા દ્વારા શરૂ કરવામાં આવેલી સભ્ય નોંધણી કાર્યક્રમને વેગ આપશે, તેમજ પ્રજાને સ્પર્શતા પ્રશ્નો અને સમસ્યાઓને નિવારણ માટે કાર્યકરોને સજજ કરાશે. આ મીટિંગમાં માજી સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ હોદે્દારો, તાલુકા શહેર પ્રમુખ, વિપ ાના નેતાઓ, જિલ્લા સેલના વડાઓ તેમજ જિલ્લા, તાલુકા શહેરના સભ્ય નોંધણી ઇન્ચાર્જને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
ન્યૂઝ ઈન બોકસ
વધુ એક અખબારે કરછમાં શરૂઆત કરી અંગ્રેજીમાં કરછ કોલિંગ નામનું અખબાર સિનિયર પત્રકાર ધરમશીભાઇ મહેશ્વરી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ આવૃત્તિને વિમોચન કરાયું હતું.